તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે સૌથી ઉપર લોકોનો જુસ્સો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સર્જિકલ સ્ટ્રાઈક બાદ કરછમાંથી ડ્રોન જોવા મળતા સૈનાએ તેને તોડી પાડયું હતું. આ ઘટનાને લઈને ગુજરાત પોલીસ ઍલર્ટ થઈ છે. તેમાં ખાસ કરીને હજીરાની દરિયા પટ્ટીની સુરક્ષા વધારવામાં આવી છે. હજીરા પોલીસ સ્ટેશનમાં મહિલા ડીસીપી, એસીપી અને ઈનચાર્જ પીઆઈએ મંગળવારે સવારે હજીરાની તમામ કંપનીઓના સિક્યુરિટી ઓફિસરો, ગામના સંરપંચો તેમજ માછીમારોની બોલાવીને મિ્ટીંગ કરી હતી. જેમાં કંપનીમાં કોઈ વ્યકિત એન્ટ્રી કરે તો તે પહેલા તેની ચેકિંગ કરી પ્રવેશ આપવો ઉપરાંત તેની કારની પણ ચેકિંગ હાથ ધરવી, માછીમારોને દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ દેખાય તો તાત્કાલિક પોલીસ અથવા નજીકમાં પેટ્રોલિંગ કરતા નેવીના ઓફિસરોને જાણ કરવી. લોકોએ પણ પોલીસને પુરતો સહકાર આપવાની ખાતરી આપી હતી. રૂટીન પ્રમાણે મરીન પોલીસે બોટ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. નાઈટમાં મરીન પોલીસ ઉપરાંત લોકલ પોલીસ દરિયા કિનારે ફુટ પેટોલિંગ કરી સુરક્ષા કરશે.

એરફોર્સનો ગુસ્સો આતંકીઓ ઉપર વરસ્યો અને સુરતીઓનો જોશ રસ્તા પર દેખાયો, શહેરમાં ઠેર-ઠેર ઉજવણીનો માહોલ
ક્રાઈમ રિપોર્ટર.સુરત | વહેલી સવારે પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ હુમલો કરીને આતંકવાદીઓનો સફાયો કરતા સુરતમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. મંગળવારે આ વિશેના સમાચાર મળતા જ લોકો રસ્તા પર ઉતરી ગયા હતાં. કોઇ જગ્યાએ લોકોએ વિજય સરઘસ કાઢ્યુ હતું તો કોઇ જગ્યાએ ફટાકડા ફોડીને ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા હતાં. બીજી બાજુ એરપોર્ટ, રેલવે સ્ટેશન, હજીરા સહિતના કાંઠા વિસ્તારમાં વહિવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. સુરતમાં સ્થાનિક પોલીસ અધિકારી�ઓની ખાસ મિટિંગ મળી હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. જોકે પોલીસ કમિશનર સતીષ શર્માએ આ ગંભીર બાબતે કાંઈ પણ કહેવાનો ઇનકાન કર્યો હતો.

કોઇએ ફટાકડા ફોેડ્યા તો કોઇએ મીઠાઇ ખવડાવી ઉજવણી કરી, હજીરા-દરિયાઈ પટ્ટી સહિત શહેરમાં ઠેર-ઠેર એલર્ટ
હજીરા સહિતના કાંઠા વિસ્તારમાં વહિવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. સાથે વહિવટી તંત્રએ સ્થાનિક લોકો,સરપંચો,માછીમારોને પણ એલર્ટ રહેવા સુચના આપી છે. ખાનગી રાહે દરિયા પર પર નજર રાખવાની સુચના આપી છે. એટલું જ નહીં રાત્રે પણ ગૃપમાં જાગતા રહેવાની સુચના ખાનગીમાં આપવામાં આવી છે. એરપોર્ટ પર પણ એલર્ટ કરી દેવાયું છે. રેલવે સ્ટેશન પર પણ એલર્ટ કરી દેવાયું છે. તેમાં ખાસ કરીને ડોક સ્કોડ અને બીડીએસની મદદથી તપાસ કરાઈ રહી છે. જોકે રેલવે સ્ટેશન,એરપોર્ટ કે ક્યાંય પણ શંકાસ્પદ વ્યકિત કે વસ્તુ મળી આવી નથી. સુરતમાં સ્થાનિક પોલીસ અધિકારીઓની ખાસ મિટિંગ મળી હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. જોકે પોલીસ કમિશનર સતીષ શર્માએ આ ગંભીર બાબતે કાંઈ પણ કહેવાનો ઇનકાન કર્યો હતો.

કોઈ શંકાસ્પદ વ્યકિત કે બોટ દેખાય તો આ નંબરો પર જાણ કરવી
0261-2241301, 2241302, 2241303 અથવા 100 નંબર પોલીસ કંટોલ રૂમને જાણ કરી શકો છો ઉપરાંત એચ ડિવીઝનના એસીપી એ.કે.વર્માના મો.નં-99784-99000 અને હજીરા પોલીસના ઈનચાર્જ પીઆઈ એચ.એ.પીપળીયાના મો.નં-75748-52890 પર સંપર્ક કરી શકો છો.

સાઉથ ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન, મિલેનીયમ માર્કેટ, શંકર માર્કેટ, એસટીએમ માર્કેટ, જાપાન માર્કેટ, નર્સિંગ એસોસિએશન,લિંબાયત (નીલગીરી સર્કલ) સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડીને એક બીજાને મીઠાઇ ખવડાવી હતી

આ બદલો નથી, હજુ તો શરૂઆત છે : ધર્મગુરુઓ
ભારતની વાયુસેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને દક્ષિણ ગુજરાતના સંતો, મુસ્લિમ આલિમો, ઇસાઇ પાદરીઓ એ વધાવી હતી. તમામ ધર્મગરુઓએ હુમલાને વધાવી સેનાને અભિનંદન આપ્યા હતા.

આ બદલો નથી, પણ શરૂઆત છે. જ્યારે આખા પાકિસ્તાનને ભારતના સુખોઈનો પ્રસાદ મળશે ત્યારે બદલો લીધેલો ગણાશે. પ્રફુલભાઈ શુકલ, કથાકાર

આપણે કાયર નથી તે આ હુમલાએ સાબિત કરી આપ્યું છે. અહિંસાના પૂજારી છીએ પણ હિંસાનો જવાબ આપતા આવડવું જ જોઈએ. મહંત બટુકગીરી મહારાજ, અટલ આશ્રમ, પાલ

સર્જિકલ સ્ટ્રાઈક એ આપણા માટે અંતિમ ઉપાય હતો. જ્યારે અહિંસાની ભાષા ન સમજાય ત્યારે આવા જવાબ આપવા પડે છે. ભવિષ્યમાં જ્યારે પણ હુમલા થાય અને જવાનો કે લોકોના મૃત્યુ થાય ત્યારે જવાબ આપવો જોઈએ. મહંત રાકેશનાથ મહારાજ, ક્ષેત્રપાળ મંદિર

ભારતીય સેનાનું આ પ્રસંશનીય પગલુ છે. ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓ નહીં થાય તેવી નીતિ બનાવવી જરૂરી. મૌલાના સોહેલ ભોરાણીયા(પટની)

દેશની સુરક્ષા માટે કરાયેલી આ કાર્યવાહી માટે સેનાના જવાનો અભિનંદન, આ જરૂરી હતું. મૌલાના અબરાર અહમદ રફઅત

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને નાથવા સેનાની આ કાર્યવાહી જરૂરી હતી. મૌલાના અરશદ મીર, પ્રમુખ, સુરત શહેર જમીયતે ઉલમા

દેશની સુરક્ષા માટે આ જરૂરી હતું, સેનાના જવાનો આપણાં સાચા હિરો છે. મૌલાના ફૈયાઝ લાતુરી

દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરી શકાય નહીં. ભારતે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું છે. રેવ. ઉદય, સીએનઆઇ ચર્ચ, ચોકબજાર

મંગળ‌વારની રાત્રીએ લોકો કારગીલ ચોક પર એકત્ર થઇને ઉજવણી કરી હતી.

ભટાર રોડ પર લોકોએ ફટાકડા ફોડીને એક બીજાને મીઠાઇ ખવડાવી હતી.

સુરતી યુવતી પાયલોટ હોવાની વોટ્સએપ પર અફવા, ઉર્વશીએ ખંડન કર્યું
પાકિસ્તાનમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે વાયુ સેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. સવારથી સુરતમાં એક વાત વહેતી થઈ હતી કે એર સ્ટ્રાઇક કરનારા ફાઈટર પૈકી એક ફાઈટર વિમાનમાં સુરતની યુવતી ઉર્વશી જરીવાલા હતી. ઉર્વશીએ ભુલકા ભવન સ્કુલમાં અભ્યાસ કર્યો હતો. આ વાત સોિશયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી હતી. આ મામલે ઉર્વશી જરીવાલાએ પોતે જ સોશિયલ મીડિયામાં ખંડન કરતાં જણાવ્યું હતું કે, તે એરફોર્સમાં છે પરંતુ આ એર સ્ટ્રાઈકમાં તે શામેલ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો