તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવાજીની પ્રતિમાને લાતો મારનારને લોકોએ પકડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવાજી સ્મારક પર શિવાજીની પ્રતિમા પર બપોરે દોડેક વાગે એક યુવક ચઢી ગયો હતો. યુવકે કોઈ પણ કારણ વગર પ્રતિમાના મોઢા પર લાતો મારી હતી. તેનાથી મોઢા પર કિચડ પણ લાગી ગયું હતું. સાથે શિવાજી મહારાજની પ્રતિમા પરનું કપડુ પણ નીચે પાડી નાખ્યું હતું. લોકોએ યુવકની આવી હરકતને જોઈ તેને તાત્કાલિક પકડીને નીચે ઉતાર્યો હતો. ત્યાર બાદ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.

લોકોની લાગણી અને બનાવની ગંભીરતા જોઈને પુણાના નવનિયુક્ત ઇન્સ્પેક્ટર યુ.એ.ડાભીએ સ્ટાફને પ્રતિમા પાસે મોકલ્યો હતો. શિવાજી સ્મારકના હોદ્દેદારો પણ સ્મારક પાસે પહોંચી ગયા હતા. લોકોએ પોલીસને સોંપેલા યુવકનું નામ રોહિત શુક્લા(રહે. ઉન ભીંડી બજાર) છે.

અન્ય સમાચારો પણ છે...