તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોલમાપના કાયદાનો ભંગ કરનાર 41 વેપારીઓને દંડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેનારા તથા કિંમતના સમપ્રમાણ સામાન આપવાની જગ્યાએ ઓછા વજનવાળો સામાન આપનારા વેપારીઓને તોલમાપ વિભાગ ઝડપી દંડ વસુલ્યો છે. ફેબ્રુઆરીમાં વિભાગે ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા 41 વેપારીઓ પાસેથી રૂ. 40 હજારના દંડની વસુલાત કરી છે.

સુરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ ફેબ્રુઆરી માસમાં વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ 41 વેપારીઓ સામે કેસ કરી રૂ. 40 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સુરત અને તાપી જિલ્લાના 2185 વેપારીઓ અને એકમોની ચકાસણી હાથ ધરી રૂ. 24 લાખની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી.

બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધનામાં શરૂ કરાયેલી મોબાઈલ કોર્ટમાં 15 વેપારી એકમો પાસેથી પ્રોશિકયુશન કેસ કરી રૂ.23 હજારનો દંડ તથા તાપી જિલ્લાના વાલોડ ખાતે મોબાઈલ કોર્ટ કરીને 23 વેપારીઓ સામે કેસ કરી રૂ.13 હજારનો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો છે.

છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલ કરતાં

1 માસમાં રૂ. 40 હજારનો દંડ વસૂલાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો