તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટીએમ KYC અપડેટના બહાને મહિલાના ખાતામાંથી ઠગે 1.75 લાખ ઉપાડી લીધા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેટીએમનું કેવાયસી અપડેટ કરવાનો મેસેજ કરીને જહાંગીરપુરામાં રહેતી એનઆરઆઇની પત્નીને વિશ્વાસમાં લઇને એપ્લિકેશન ડાઉનલોડ કરીને ભેજાબાજે તેમના એકાઉન્ટમાંથી 1.75 લાખ ટ્રાન્સફર કરીને ઠગાઇ કર્યાની ફરિયાદ જહાંગીરપુરા પોલીસમાં નોંધાય છે.

જહાંગીરપુરા વૈષ્ણોદેવી ટાઉનશીપ પાસે બલ્યુબેલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા તોરલ જયેશભાઇ મિસ્ત્રી પોતાના સંતાનો સાથે રહે છે. તેમના પતિ જયેશભાઇ દુબઇમાં ધંધો કરે છે. ગુરૂવારે બપોરે તોરલબેનના ફોન પર મેસેજ આવ્યો કે,‘તમારા પેટીએમનું કેવાયસીની મુદત પૂરી થાય છે. તાત્કાલિક કસ્ટમર કેરના નંબર પર કોલ કરો નહીં તો તમારૂ એકાઉન્ટ બ્લોક થઇ જશે’ મેસેજ વાંચતા તોરલબેને આપેલા નંબર પર કોલ કર્યો હતો પણ કોઇએ કોલ રિસીવ કર્યો ન હતો. થોડી વારમાં સામેથી કોલ આવ્યો હતો. હિંદીમાં વાત કરતા કોલ કરનારે તમારૂ કેવાયસી રદ થાય છે તેને અપડેટ કરવાનું કહીને તોરલને વિશ્વાસમાં લઇને ભેજાબાજે ટીમ વ્યૂઅર એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી હતી અને તેમાં પેટીએમ મારફતે ગોલ્ડ સ્કીમ ઓપ્શનમાં એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવાનું કહી ગણતરીના બે ત્રણ મિનીટમાં તોરલબેનના એસબીઆઈ બેન્કના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 175001 ઈન્ટરનેટના માધ્યમથી ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતાં. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો