તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરટીઓમાં 3થી 5 હજાર ખર્ચોને ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટના સેન્સરો છેલ્લા એક વર્ષથી બંધ છે. જેના કારણે એજન્ટ લોબી સક્રિય થઇ છે. 3થી 5 હજાર ખર્ચોને ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થાવ તેવો ખેલ આરટીઓમાં ચાલી રહ્યો છે.

આરટીઓમાં એક સમયે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી કે લાયસન્સ લેવું એટલે લોંખડના ચણા ચાવવા જેવું હતું. વાહનચાલકો પહેલા પરફેક્ટ ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરતા હતા. બાદ લાયસન્સ માટેની આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હિંમત કરતા હતા. પણ હવે લાયસન્સ લેવા માટે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી એટલે ડાબા હાથનો ખેલ થઈ ગયો છે. કારણ કે, આરટીઓના ટુ-વ્હિલર અને ફોર-વ્હિલરના ડ્રાઇવિંગ ટેસ્ટના સેન્સર છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં પડેલા છે. આટલું જ નહીં, વીડિયો શૂટિંગ પણ થતું નથી. છતાં પણ અધિકારી નક્કી કરે તે રીતે રોજના 300 લાયસન્સો ઇશ્યૂ કરાઈ રહ્યા છે.

નવી સુવિધા આવશે
આ મામલે ટૂંક જ સમયમાં સુધાર આવનારો છે. ડ્રાઇવિંગ ટેસ્ટની નવી સુવિધા આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં પારદર્શિતા દેખાશે. પાર્થ જોષી, ઇન્ચાર્જ આરટીઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો