તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી આંશિક રાહત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર.સુરત: વેસ્ટર્ન ડિસ્ટબનર્સ અને સાઇકલોનિક સરક્યુલેશનની અસર દૂર થતાં આકારશમાં વાદળો હટયા હતા. જો કે ગરમીનો પારો પણ 2 ડિગ્રી ગગડી ગયો હતો. દક્ષિણ-પૂર્વ દિશાથી ઠંડા પવન ફૂંકાવાના શરૂ થતાં વિતેલા 2 દિવસમાં જ મહત્તમ તાપમાન 5 ડિગ્રી ઘટી જતાં ગરમીથી શહેરીજનોને આંશિક રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગઇકાલે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. આમ લઘુત્તમ તાપમાનમાં એક જ દિવસમાં 4.5 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...