તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્લે પોઇન્ટના તબીબે હાર્ટ માટે રૂ. 2.25 કરોડની મશીનરી લેવામાં 5 લાખ રૂપિયા ગુમાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાર્ટ માટે રૂપિયા 2.25 કરોડની મશીનરી લેવામાં પાર્લે પોઇન્ટના ડોકટરે 5 લાખ ગુમાવ્યા છે. ડોકટરે ઉમરા પોલીસમાં કૌશિક ગાંગુલી અને હર્ષિત વસાવડા સામે ફરિયાદ નોંધાવી છે.

પાર્લે પોઇન્ટના ડૉ. પ્રિયાંકે એન્જિયોગ્રાફી- એન્જિયોપ્લાસ્ટી મશીનરી લેવા માટે એક મિત્ર મારફતે હર્ષિત વસાવડા સાથે ઓળખાણ થઈ હતી. હર્ષિત વસાવડાએ મૈસુરમાં સુયોગ હોસ્પિટલમાં હાર્ટનું મશીન વેચવા માટેની વાત કરી ડોકટરને ફોટો બતાવ્યા બાદ 2.25 કરોડમાં મશીનનો સોદો નક્કી કરાયો હતો. જેમાં પહેલાં 10 લાખ આપવાનું નક્કી કર્યુ, ડોકટરે કૌશિક ગાંગુલીના ખાતામાં બે અલગ-અલગ તારીખે 5 લાખ 5 લાખ મોકલ્યા હતા. 10 લાખ આપ્યાં બાદ ડોકટરે મૈસુરની હોસ્પિટલમાં ફોન કરતાં જાણવા મળ્યું કે આવું કોઈ મશીન વેચવાનું નથી. ડોકટરે મશીનમાં અપાતી વોરંટી બાબતે કંપનીને પૂછતા ત્યાં પણ વોરંટી અપાતી નથી એવું જાણવા મ‌ળ્યું હતું. બંનેએ 5 લાખ પરત કર્યા, બાકી 5 લાખ માંગવા છતાં આપતા ન હતા.

અન્ય સમાચારો પણ છે...