તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સચિનમાં 3 માસ પૂર્વે એસિડ પી જનાર પરિણીતાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સચિનમાં ત્રણ માસ અગાઉ એસિડ ગટગટાવી જનાર પરિણીતાનું લાંબી સારવાર બાદ આખરે સ્મીમેર હોસ્પિટલના બિછાને મોત થયું હતું.

સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી વિગત મુજબ સચિન જીઆઇડીસી વિસ્તારની સમ્રાટ કોલોની ખાતે રહેતી ૩૦ વર્ષિય કવિતા રાહુલ મોર્યાએ ગત તા. ૪થી ઓગસ્ટના બપોરે ઘરે એસિડ ગટગટાવી લીધું હતું. ત્યાર બાદ કવિતાની તબિયત નાજુક થતાં તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઇ હતી. જો કે સારવાર બાદ કવિતાની તબિયત સારી જણાતા પરિવાર જનો ઘરે પણ લઈ ગયા હતા. પરંતુ એક સપ્તાહથી કવિતાને ખાવાની તકલીફ થતી હતી અને ગઈ કાલે વધારે તકલીફ થતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે કવિતાનું મોત થયું હતું. વધુમાં મૃતકને સંતાનમાં બે પુત્ર છે અને પતિ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવ અંગે સચીન જીઆઇડીસી પોલીસે તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...