માતા પિતાએ બાળકનું સૌથી મનગમતું પ્રિય રમકડું બનવું જોઈએ, બાળકોને ક્વોલિટી સમયની જરૂર છે

Surat News - parents should become the child39s favorite favorite toy kids need quality time 074509

DivyaBhaskar News Network

Nov 17, 2019, 07:45 AM IST
‘માતા-પિતા બાળકનું સૌથી મનગમતું પ્રિય રમકડું બનવુ જોઈએ. બા‌ળકો પોતાનો પ્રયાસ દરેક જગ્યાએ કરતા જ હોય છે, માત્ર માતા-પિતાની અપેક્ષાઓ વધારે હોય છે. બાળકને ગુણવત્તાયુક્ત સમય આપવાથી તેને હતાશા, થાક, ભણવાનો કંટાળો તથા ચિંતાથી મુકત રાખી શકશો. બાળક જેવા છે એવો જ અેનો સહર્ષ સ્વીકાર કરશો તો બાળકનું આત્મગૌરવ વધશે. બાળકની આવડત તથા સારી બાબતોની સમયે સમયે કદર કરવી જોઈએ. તેની દરેક નાની નાની ખુશીઓને બિરદાવવી જોઈએ. ગુરૂકૃપા વિદ્યાલય ખાતે વાલીઓ માટે પેરેન્ટીંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આ વાત ડો.નૈલેષ પટેલે કરી હતી.

બહારના ખોરાક, ફાસ્ટફૂડ માટે ઘરેથી પૈસા આપી બાળકને વહેલાં વૃદ્ધત્વ તરફ ન ધકેલવા જોઈએ

બહારના ખોરાક, ફાસ્ટફુડ માટે પૈસા ઘરેથી આપી બાળકને વહેલા વૃદ્ધત્વ તરફ ન ધકેલવા જોઈએ. જીવનરૂપી ઋતુચક્રમાં બાળપણ સૌથી સુંદર ઋતુ છે. ચારિત્ર્ય ઘડતરની જવાબદારી માત્ર શાળા કે શિક્ષકની નથી. તેમાં માતા-પિતાની પણ સમાન જવાબદારી હોય છે. જીવનના વિકાસમાં પાયો બાલ્યાવસ્થાથી નંખાય છે. જો નાના છોડરૂપી આ ચાઈલ્ડહુડને સાચવશંુ તો બાળક પાછળ રહેશે નહીં. બાળક આપણું પાઠ્યપુસ્તક કે દૈનિક છાપાની જેમ ઊંડો અભ્યાસ કરી સમગ્ર જીવન સમજવાનું છે. બા‌ળકના 2 ટકા ઓછા આવશે તો ચાલશે પરંતુ તેને શિસ્ત, સંસ્કાર, સંયમ, સંસ્કૃતિ, સદાચાર જેવા ગુણો શીખવી ઉત્તમ નાગરિક બનાવવા જોઈએ. કોઈ વ્યક્તિ દુનિયામાં સંપૂર્ણ નથી. ત્યારે નબળા પરિણામ બાબતમાં લઘુતાગ્રંથિ ન રાખશો. બાળકને તંદુરસ્ત બનાવવું હોય તો હસતા-રમતા બાળકને ખીલતા રહેવા દો. જેથી તંદુરસ્ત બની નવા જોશ સાથે-સાથે દરેક કાર્ય કરી શકશે. બહારની દુનિયા સાથે તેને જાતે લડતા અને સમજવા દેવા જોઈએ. સંઘર્ષની સીડી સ્વયં સર કરવા દો. બાળકની જિજ્ઞાસા અને પ્રશ્નોને ધ્યાનથી સાંભળવા જોઈએ. બાળકની નિષ્ફળતાઓને પ્રયત્નમાં ફેરવી ધીરજ રાખવા માટે માર્ગદર્શન આપવંુ જોઈએ. બાળકનો વિકાસ જો રૂંધાવા ન દેવો હોય તો તેને અભ્યાસલક્ષી કાર્યો, પ્રવૃત્તિ તથા સહ અભ્યાસ પ્રવૃત્તિ કરવા દો.સ્વસ્થ બાળક સ્વસ્થ સમાજ અને રચનાનો મૂળભૂત આધાર છે. બાળક એ વૃક્ષ સમાન છે, બાળકને બાળપણમાં જેટલુ વધુ પાણી અને ખાતર નાંખશો તેટલુ વધુ વૃક્ષ સમૃદ્ધ અને તાકતવર બનશે.

X
Surat News - parents should become the child39s favorite favorite toy kids need quality time 074509

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી