પ. રેલવેને વર્ષ 2018-19માં રૂ.3059.30 કરોડની આવક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર |સુરત

પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝને વર્ષ 2018-19માં 3059.30 કરોડ રૂપિયાની કુલ આવક કરી પાછલા 5 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન છેલ્લા 5 વર્ષમાં સહુથી વધુ આવક કરવામાં આવી છે.

મુંબઈ ડિવિઝન ને માલ હેરફેર થકી 57.12 કરોડ જેટલી થઇ હતી જે છેલ્લા 5 વર્ષમાં 59.09 ટકા સુધીની આવકવૃદ્ધિ થઈ છે. મુસાફરો થકી 2689.07 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જે વર્ષ 2017-18ની સરખામણીએ 1.73 ટકા વધુ છે. ટિકિટ ચેકીંગ થકી 5936 કરોડ રૂપિયાની આવક થઇ હતી જે વર્ષ 2017-18ની સરખામણીએ 18.38 ટકા વધુ છે. ટ્રેનોના પરિચાલનમાં પણ મુંબઈ ડિવિઝને સારું પ્રદર્શન કર્યું છે. નંદુરબાર -ડોંડાઇચા સેક્શન પર ડબલીંગ બાદ ટ્રેનોની ઝડપ 31.30 કિમિ પ્રતિ કલાકથી વધીને 36.30 કિમિ પ્રતિ કલાક થઇ ગઈ છે. જ્યારે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોની સમય પાલનતા 93.5 ટકાથી વધીને 94.80 ટકા થઇ ગઈ છે. જે પશ્ચિમ રેલવેએ પાછલા 5 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...