તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને કારણે શહેરની 10થી વધારે ઈવેન્ટ કેન્સલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરતમાં કોરોના બિલ્ડીંગ, કોરોના સ્ટ્રીટ છે


} આ બિલ્ડીંગ બનીને ત્રણ વર્ષ થઈ ગયા છે. કોરોનાનો અર્થ મુગટ એવો થાય છે. જેને લઈને અમે બિલ્ડીંગનું નામ કોરોના હાઈટ્સ રાખ્યુ હતુ. હાલ ચારે બાજુ લોકોમાં કોરોનાની ચર્ચા થાય છે ત્યારે અમારી બિલ્ડીંગનું નામ પણ ઘણું ચર્ચાઈ રહ્યું છે. આવતા જતા લોકો પણ આ બિલ્ડીંગનું નામ નોટીસ કરી રહ્યા છે અને જોઈને તરત જ કોરોના વાયરસ યાદ કરે છે.

ભારતમાં કોરોના વાયરસ પગપેસારો કરી રહ્યો છે તેવામાં શહેરમાં કોરોનામાં લોકો રહી રહ્યા છે. ચોંકવાની વાત નથી પણ પાલની એક બિલ્ડિંગનું નામ કોરોના હાઈટ્સ છે. તેમજ સ્ટ્રીટનું નામ પણ કોરોના સ્ટ્રીટ છે. અહિંથી પસાર થનારા રાહદારીઓ પહેલા તો એક મિનિટ માટે બિલ્ડિંગનું નામ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી થોડી વારમાં હસીને આગળ વધી જાય છે.


} ચેમ્બર દ્રારા બાંગ્લાદેશમાં યોજાનારા ટેક્ષ્ટાઈલ એકસ્પોને કોરાના વાયરસને કારણે રદ કરવામાં આવ્યું છે. હવે બહાર ટ્રાવેલિંગ પણ શક્ય નથી. અત્યારે જે પરિસ્થિતિ છે એ જોઈને એ પ્રોગ્રામ હાલ સ્થગિત કરાયો છે. હેલ્થ મિનિસ્ટ્રીએ લોકોને ભેગા ન થવા સુચના આપી છે. લોકોના ભેગા થવાથી વાયરસ ફેલાવાની શક્યતા હોઈ ચેમ્બરમાં કોઈ પ્રોગ્રામ નહી કરાય. -કેતન દેસાઈ, ચેમ્બર પ્રેસિડન્ટ


વધુ લોકો ભેગા ન થાય એ મહત્વનું

} અમને એમએચઆરડી અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર તરફથી પત્ર આપવામાં આવ્યો હતો. તેથી અમે એસવીએનઆઈટીમાં થનારા કાર્યક્રમો હાલ સ્થગિત કર્યા છે.

સ્થગિત કરાયેલા કાર્યક્રમો 31 માર્ચ પછી યોજાશે. હાલમાં દરેક લોકોમાં કોરોનાનો ડર ઊભો થઈ રહ્યો છે તેવા માહોલમાં વધુ લોકો ભેગા ન થાય એ પણ મહત્વનું છે. તેથી કાર્યક્રમો સ્થગિત કરાયા છે. -મૃત્યજંય શર્મા, કલ્ચરર સેક્રેટરી, એસવીએનઆઈટી

{ એસએમસી દ્વારા આયોજીત મહિલા સન્માન સમારોહ

{ આઈએમએ દ્રારા થનાર

તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક કાર્નિવલ

{ એસવીએનઆઈટીમાં થનાર સ્પર્શ-2020 કાર્યક્રમ

{ SVNIT માં થનાર ઈગ્નીશ -2020 સ્પોર્ટ્સ કાર્યક્રમ

{ અનાવિલ મહિલા મંડળ દ્રારા થનાર મહિલા અંતાક્ષરી

{ બીઆરસીએમ કોલેજ દ્રારા થનાર રીયુનિયન

{ ઓરો યુનિવર્સિટી દ્રારા થનાર કોન્ફરન્સ

{ વીએનએસજીયુ દ્રારા થનાર બીટીએસઈ કોન્ફરન્સ-2020

{ વીએનએસજીયુ દ્રારા થનાર

નેશનલ કોન્ફરન્સ કોન્સ્ટ્રેન્સ એન્ડ ચેલેન્જીસ ઈન કેમેસ્ટ્રી

{ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા થનાર સિતારો કા સન્માન

રદ તેમજ સ્થગિત થયેલા કાર્યક્રમ

સુરત | છેલ્લા ઘણા સમયથી ચીનમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસ ધીરે ધીરે ભારતમાં પણ પગપેસારો કરી રહ્યો છે. અને આ વાયરસનું નામ શહેરના નાના-મોટા સૌ કોઈના મોઢા છે. તેવામાં સરકાર દ્વારા પણ તમામ લોકોને સમૂહમાં ભેગા ન થવા માટે સૂચના આપી છે. ત્યારે કોરોના વાયરસને કારણે સુરતમાં પણ ઘણી ઈવેન્ટો અને સેમિનારો કેન્સલ થઈ રહ્યાં છે. માર્ચ મહિનામાં સુરત શહેરમાં 10 મોટી ઈવેન્ટો કોરોના ઈફેક્ટના કારણે કેન્સલ કરાઈ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો