ઉધના ઝોને 82 મિલકત સીલ કરી,10 નળ-કનેક્શન કાપ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

2.57 લાખ તથા એડવાન્સ ચેક જમા કરાવ્યા અને 8.68 લાખ વસુલાત થઈ છે. અત્યાર સુધી રૂ. 190.12 કરોડની વસૂલાત થઈ શકી છે.

સુરત : ઉધના ઝોને ખટોદરા, ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ઉન, બમરોલી સહિતના વિસ્તારોાં મળી કુલ 82 મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉધનાના શિવનગર, મહાદેવનગરમાં 10 મિલકતોમાં નળ કનેકશન કાપવામાં આવ્યાં છે.

ઉન-સિલ્ક હેરીટેજ, સિદ્દિક નગરમાં 15 ખુલ્લા પ્લોટો ઉપર ટાંચમાં લેવાના નોટીસ બોર્ડ પ્રદર્શિત કરાયા છે. આ કાર્યવાહી દરમ્યાન 49 જેટલા મિલકતદારોએ સ્થળ પર રૂપિયા 9.10 લાખ તથા એડવાન્સ ચેક જમા કરાવ્યા છે. બુધવારે રૂપિયા 47.05 લાખ જેટલી વસુલાત થઈ છે. 47 જેટલા આવાસ સીલ કરવાની કાર્યવાહી દરમિયાન 47 મિલકતદારોએ સ્થળ પર રૂપિયા 2.57 લાખ તથા એડવાન્સ ચેક જમા કરાવ્યા અને 8.68 લાખ વસુલાત થઈ છે. અત્યાર સુધી રૂ. 190.12 કરોડની વસૂલાત થઈ શકી છે.
અન્ય સમાચારો પણ છે...