તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16મીએ એન્ટી-પ્લાસ્ટિક કવિ સંમેલનનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતીઓ કવિતાને માણી શકે તે માટે 16 નવેમ્બર શનિવારના રોજ સ્વજન સંસ્થા અને ઈકોવિઝન દ્રારા વિશ્વના સર્વપ્રથમ એન્ટી-પ્લાસ્ટીક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ અડાજણમાં આવેલી સંસ્કાર ભારતી સ્કૂલના ઓડિટોરીયમ ખાતે યોજાશે.કવિ સંમેલનનો સમય રાત્રે 9 વાગ્યેનો રહેશે. જેમાં મનોજ જોષી ‘મન’, ભાવિન ગોપાણી, ગૌરાંગ ઠાકર, ડો.વિવેક ટેલર, મુકુલ ચોકસી અને એષા દાદાવાળા કવિતા રજૂ કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન https://forms.gle/wzYicvkpf1NgEJrB7 લિંક પર વિના મૂલ્યે કરાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...