તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃતક મામલતદારના વારસોને 18 વર્ષે ન્યાય,1 લાખ ચૂકવવા આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેકટર કચેરીએ જે કેસમાં 18 વર્ષથી એક પરિપત્રનું ખોટું અર્થઘટન કરીને મૃતક મામલતદારને ચૂકવવાના એક લાખ નહીં આપવા મામલે હારનો સામનો કરવો પડયો છે. હસમુખ માસ્તર ONGC ખાતે મામલતદાર હતા. વર્ષ 2000માં ફરજ દરમિયાન તેઓ અવસાન પામ્યા હતા. આ જ વર્ષે તેમને મામલતદાર તરીકે પ્રમોશન અપાયું મળ્યુ હોવાથી સરકારીની જુથ વીમા યોજના હેઠળ રક્ષણ મળ્યુ હતુ. મૃતકના વારસદારો દ્વારા 1 લાખના વીમાની રકમ મંગાઇ હતી. વડી ગ્રાહક અદાલતે એક લાખની રકમ ચૂકવવા આદેશે કર્યો છે.

8 વર્ષ બાદ એક લાખની જગ્યાએ 6600 મંજૂર
વર્ષ 2000ની અરજીનો જવાબ છેક 2008માં કલેકટર કચેરી દ્વારા જવાબ અપાયો હતો અને જણાવ્યુ હતુ કે માત્ર રૂપિયા 6600 જ મળવાપાત્ર છે. આથી એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફત કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. જ્યાં દલીલ કરાઈ હતી કે 1981થી જુથ વીમા યોજના લાગુ થઈ. આ સમય દરમિયાન કર્મચારી અગાઉથી સરકારી નોકરીમાં હોય તો આપોઆપ નવી જુથ વીમા યોજનામાં તેમનું સભ્યપદ ગણી લેવાઇ છે. જો તે યોજનામાં સભ્ય બનવા માંગતા ન હોય અને જુની 1979ની યોજનામાં ચાલુ રહેવા માગતા હોય તો તે વિકલ્પ અપનાવવો હતો. ફરિયાદીના પિતાએ કોઈ વિકલ્પ આપેલો ન હોય આપોઆપ જુથ વીમા યોજના લાગુ પડે.

કલેકટરે વડી અદાલતનો સહારો લીધો
અત્રેની કોર્ટના આદેશ બાદ કલેકટર કચેરીએ વડી અદાલતનો સહારો લીધો હતો. જ્યાંની બેન્ચે ઠેરવ્યુ હતુ કે પરિપત્ર અનુસાર પણ ફરિયાદીના પિતાએ નવી યોજના 1981માં જોડાવા માટે ફોર્મ ભરવાની કોઈ જરૂરિયાત ન હતી એવુ સ્પષ્ટ પુરવાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...