તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારા વિચારો અને મહત્વાકાંક્ષા જ તમને સફળતા તરફ લઈ જશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તમારું લક્ષ્ય એટલે કે ગોલ નક્કી કરો. તમે તમારો ગોલ નક્કી કરી તે પ્રમાણેનો પ્લાન બનાવો અને તેને અનુસરો, જે તમને કાર્ય કરવાની દિશા બતાવશે. આપણે ક્યારેય મુસાફરીનો પ્લાન બનાવ્યા વગર બેગ પેક કરતા નથી. તમારા પોતાના પર વિશ્વાસ રાખો. તમારા વિચારો અને મહત્વાકાંક્ષા જ તમને સફળતા તરફ લઈ જશે અને મુશ્કેલીઓ અને જરૂરીયાતમાં સાચો રસ્તો બતાવશે. જો કે કાર્યોમાં કાળજી રાખવી અને પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે. ફેમિલી ફિઝિશિયન એસોસિયેશનના લેડીઝ વિંગ દ્વારા તમારી કાર્યક્ષમતા કેવી રીતે વધારવી વિષય પર ટોક-શો નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આ વાત ડો.તૃપ્તિબેન પટેલે કરી હતી.

અાદત બદલવાની જરૂર
જરૂર પડે તો પોતાની આદતો બદલો સમયસર કામ કરો અને ખોટી અને ભૂલભરેલી ટેવો બદલો. મોટાભાગે લોકો ખોટી ટેવોને દોહરાવતા આવ્યા કરે છે. એક સારી ટેવ બીજી ઘણી સારી ટેવો તરફ લઇ જશે. વહેલા જાગો, કસરત કરો, સમયનું પાલન કરો, રોજનીશી લખવાની કે ડાયરી બનાવવાની ટેવ પાડો. જરૂર પડે તો કુટુંબીજનોની મદદ લો. આ રીતે તમે નવી વસ્તુઓ પોતાની જાતે પણ શોધી શકશો. નાના કાર્યોથી શરૂઆત કરો. જો તમે જે છે એ જ ઘરેડમાં કામ કર્યા કરશો તો તમે ત્યાં જ રહી જશો. જો વિકાસ પામવા કે કંઈક નવું મેળવવા માગતા હોય તો નવા કામની શરૂઆત કરો. શરૂઆત અઘરી પડે, મુશ્કેલીઓ પણ આવે, પરંતુ કાર્યમાં લાગ્યા રહો. તમને આશ્ચર્ય થાય તેવી રીતે તમને સફળતા મળશે જ અને આંતરિક ખુશી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો