તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશો તો જ તમને રસ્તો મળશે : મુનાફ પટેલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
9 જાન્યુઆરીથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 47મા યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યંુ છે. જેના ઉદ્ઘાટન સમારંભમાં ક્રિકેટર મુનાફ પટેલ હાજર રહ્યા હતાં અને એમણે વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યું હતું. આ અવસરે વિદ્યાર્થીઓએ પહેલા દિવસે એકાંકી નાટક, હળવુ કંઠ્ય સંગીત, શાસ્ત્રીય નૃત્ય, કાવ્યપઠન અને હસ્તકળાની પ્રસ્તુતી કરી હતી. એ સાથે જ યુનિવર્સિટી ખાતે એક કળાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આજે એકાંકી નાટક, સમૂહગીત, શાસ્ત્રીય કંઠયસંગીત, એકપાત્રીય અભિનય અને ચિત્રકળાની સ્પર્ધાઓ યોજાશે.

કઠોર પરિસ્થતિ ક્યારેય ડરવંુ નહીં
મુનાફ પટેલ | મને ગુજરાતી હોવાનો ગર્વ છે. જીવનમાં સફ‌ળ થવંુ ઘણું મહત્વનું છે. મારે પહેલેથી ક્રિકેટ રમવુ ન હતું પણ પરિસ્થિતિએ મને રમાડી દીધો. હવે યુવાનો મોબાઈલ પાછળ પડી ગયા છે. હું ક્રિકેટમાં એક્સપર્ટ હતો. પણ મને પોતાને ખબર ન હતી કે હું આટલંુ સારુ રમી શકું છું. બીજા લોકોએ મારી ક્ષમતા ઓળખી લીધી અને હું ક્રિકેટ ફરી આગળ વધ્યો. ઘણીવાર વિદ્યાર્થીમાં ક્ષમતા હોય છે પરંતુ તેને જાણ હોતી નથી. જેના માટે તેને કોઈ વ્યક્તિની જરૂર હોય છે જે તેની ક્ષમતાને સમજી શકે. કઠોર પરિસ્થતિ કોઈ દિવસ ડરવંુ નહીં. જો તમે દરેક પરિસ્થિતિનો સામનો કરશો તો જ તમને રસ્તો મળશે. ભણતર અને રમત-ગમતને સાથે રાખો. કારણકે જીવનમાં હંમેશા બે રસ્તા હોવા જોઈએ.

વીએનએસજીયુ ખાતે 47મા યુવક મહોત્સવની શરૂઆત કરાઈ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો