• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Only A Quarter To A Kilometer Away From The Health Minister39s Residence Was A Linguistic Scandal But The System Was Still Sleeping 071521

વરાછામાં આરોગ્યમંત્રીના નિવાસ સ્થાનથી માત્ર દોઢ કિમી દૂર ધમધમતું હતું લિંગપરીક્ષણ કૌભાંડ, પણ તંત્ર ઊંઘતું રહ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા આરોગ્ય વિભાગે ગુરુવારે રેઇડ પાડી ગેરકાયદે લિંગપરીક્ષણનો વેપલો કરતાં બે તબીબો ડો. દિનેશ અને ડો. સાગર પટેલને ઝડપી લીધા હતા. રાજ્યના આરોગ્ય પ્રધાન જે શહેરના છે તે શહેરમાં અને તે પણ તેમના ઘરથી દોઢ કિલો મીટરના અંતરે જ ગેરકાયદે લિંગ પરીક્ષણનું કૌભાંડ ધમધમતું હોવા છતાં આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં હોય તેમ આરોગ્ય વિભાગને ખ્યાલ જ ન આવ્યો. એટલું જ નહીં, એક જાગૃત નાગરિકે પત્ર મારફતે એક મહિના પહેલા આરોગ્ય વિભાગને જાણ કરી હોવા છતાં આરોગ્ય ખાતાના નિંભર અધિકારોઓએ આરોગ્ય પ્રધાનનો ડર જ ન હોય તેમ કામગીરી કરવામાં આટલો સમય પસાર કરી દીધો!

જીવન જ્યોત હોસ્પિટલમાં 14 ઇંચના પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પર ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાતું હતું તે હોસ્પિટલ 445, વર્ષા સોસાયટી-2, એલ.પી. સવાણી સ્કૂલની બાજુમાં, લાભેશ્વર, લંબે હનુમાન રોડ પર છે. જ્યારે આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીનું નિવાસ સ્થાન આ જગ્યાથી દોઢ કિલો મીટર દૂર એટલે કે વરાછા મેઇન રોડ, મિનીબજાર, લોકસમર્પણ હોસ્પિટલની બાજુમાં છે. આટલું મોટું કૌભાંડ ધમધમતું હોવા છતાં અધિકારીઓની ઊંઘ ન ઊડી!

કાળો કારોબાર

ઊંઘતી સરકાર
લિંગ પરીક્ષણની મહિનાથી ખબર છતાં આરોગ્ય વિભાગે મોડી કામગીરી કરી
ગંભીર અપરાધ પણ દીવા તળે અંધારું
આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનું ઘર, લક્ષ્મીનગર
જીવનજ્યોત હોસ્પિટલ, વર્ષા સોસાયટી, લાભેશ્વર-અર્ચના રોડ
20 બેડની હોસ્પિટલ છતાં તબીબનું નામ કે ડિગ્રીનો ઉલ્લેખ જ નથી!
જીવન જ્યોત હોસ્પિટલના બોર્ડથી લઈ ફાઇલમાં તબીબોનું ક્યાંય નામ જ નથી
સુરત: ખરેખર તો કોઈ પણ હોસ્પિટલમાંથી દર્દીને ફાઇલ આપવામાં આવે છે તેમાં તે હોસ્પિટલના સંચાલક તબીબનું નામ અને ડિગ્રી દર્શાવવામાં આવે છે, પરંતુ જીવન જ્યોત હોસ્પિટલના બન્ને તબીબો ડો. દિનેશ પટેલ અને ડો. સાગર પટેલે નામ કે ડિગ્રી લખ્યા વગર જ ફાઇલ તૈયાર કરી દીધી! આ હોસ્પિટલના બોર્ડ પર પણ તબીબોનાં નામ કે ડિગ્રીની નોંધ નથી.

224, વર્ષા સોસાયટી-2, એલ.પી. સવાણી સ્કૂલની બાજુમાં, લાભેશ્વર ચોકથી થોડે દૂર, લંબે હનુમાન રોડ પર બન્ને તબીબોએ આશરે બે વર્ષ પૂર્વે હોસ્પિટલનું સંચાલન સંભાળ્યું હતું. એ પૂર્વે અન્ય તબીબ આ હોસ્પિટલનું સંચાલન કરતા હતા. પોતે હોમિયોપેથી તબીબ હોવા છતાં આ હોસ્પિટલમાં મેડિસિન, સર્જરી, સ્ત્રીરોગ અને ચર્મરોગનો વિભાગ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ફાઇલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 20 બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન થિયેટર છે. રાહત દરે લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે અને 24 કલાક રેસિડેન્ટ તબીબની સુવિધા, મેડિક્લેમની સુવિધા છે. બન્ને તબીબોની ડિગ્રીને ધ્યાને લઇએ તો આ તમામ સુવિધા આપી શકાય કે કેમ? એ એક સવાલ છે. પોતે રેડિયોલોજિસ્ટ ન હોવા છતાં સોનોગ્રાફી મશીન ઓપરેટ કરતા હતા.

આ કિસ્સામાં ફાઇલ પર ડોક્ટરના નામ કે ડિગ્રીની નોંધ ન હોવાથી પહેલેથી જ ગોરખધંધા કરવાનું નક્કી કર્યું હોવાનું ફલિત થાય છે. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરીનો સંપર્ક કરતા એમણે ફોન રિસીવ ન કર્યો ન હતો.

અધિકારીઓને આરોગ્ય મંત્રીનો ડર જ ન હોય તેમ ગંભીર ગુનામાં પણ કુણું વલણ દાખવ્યું
બે તબીબો સાગર પટેલ અને દિનેશ વાડોદરિયા

અન્ય સમાચારો પણ છે...