RTE-પ્રવેશ માટે આજથી 15મી સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે શુક્રવારથી ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થનારી છે. જે સીધી જ 15મી એપ્રિલ સુધી ચાલનારી છે. જોકે, આ વખતે મોડી પ્રવેશ પ્રક્રિયા શરૂ થતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે તે માટે શિક્ષણ વિભાગે પહેલી પ્રવેશ યાદી 25મી એપ્રિલે જાહેર કરવાની જાહેરાત કરી છે. જે જાહેર થયા બાદ જે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. તે વિદ્યાર્થીના વાલીઓએ પહેલી મે સુધીમાં શાળામાં જઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. આ વખતે શહેરની 963 ખાનગી શાળાઓમાં આરટીઇ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવનારા છે. વાલીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પહોંચે તે માટે એસએમસીની શિક્ષણ સમિતીની 40 શાળાઓમાં રિવિવિંગ સેન્ટર શરૂ કરાયા છે. વાલીઓ 5થી 15 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જે ભરાયા બાદ વાલીએ તેની પ્રિન્ટ કાઢી ડોક્યુમેન્ટસ સાથે નજીકના રિસિવિંગ સેન્ટર પર 16મી એપ્રિલ સુધીમાં જમા કરાવવાની રહેશે. રિસિવિંગ સેન્ટર પર લેવાયેલા ઓફ લાઇન પ્રવેશ ફોર્મને ઓનલાઇન સબમીટ કરાશે. જે કાર્ય 5થી 18 એપ્રિલ સુધી ચાલશે. ઓનલાઇન, ઓફ લાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલતી હશે તે દરમિયાન ડીઇઓ અને ડીપીઇઓ પ્રવેશ ફોર્મને એપ્રુવલ આપશે.