તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીમેરેજ ઇચ્છુકો માટે સુરતમાં રવિવારે વન ટુ વન મીટિંગ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ બીજા લગ્ન કરતા પેહલા એક બીજાને વધુ ને વધુ જાણવા ખુબ જરૂરી છે. એકબીજાને જાણી શકાય, સમજી શકાય અને આગળના ભવિષ્ય માટે સુનિશ્રિત થઇ શકાય એવા શુભ આશયથી સુરતમાં આગામી રવિવારે વિવાહ મેરેજ બ્યુરો અને એલિટ મેચમેકર દ્વારા મીટીંગની પહેલ શરૂ કરવામાં આવી છે.

મેરેજ બ્યુરોના ચાંદની દલાલે જણાવ્યુ કે જીવનમાં ઠોકર વાગે તો આપણે અટકી નથી જતા પરંતુ વધુ સભાનતાથી ચાલીએ છે અને ચોક્કસ થઇએ છે. લગ્નજીવન માં જો ઠોકર વાગે તો હવે વધુ સભાનતાથી અને ચોકસાઈથી જીવનસાથી શોધવા માટેનું એક મિટિંગ પ્લેટફોર્મ અમે આપી રહ્યા છે. જીવનની સેકન્ડ ઇંનિંગ ની શરૂઆત માટે આ પ્લેટફોર્મ ખુબ મહત્વનું બની રહેશે. આ મીટીંગ સામાન્ય પસંદગીમેળાથી હટકે છે. આમાં માત્ર બીજા મેરેજ કરવા ઇચ્છુકો જ ભાગ લઇ શકશે. કોઇકારણ લગ્નભંગ, છૂટાછેડા, વિધવા, વિધુર તમામ ભાગ લઇ શકશે. ભાગ લેનાર કેન્ડીડેટને અગાઉથી એક ઇ-બૂક આપવામાં આવશે. જેમાંથી તેઓ પોતાના પસદંગીના પાત્રો સિલેક્ટ કરી શકે ત્યારબાદ એ બંને પાત્રોની પર્સનલી મીટીંગ કરાવવામાં આવશે. જેનાથી ઘણા બધા સવાલોના જવાબો મળી શકે છે. અહીં કોઇ પાત્રએ સ્ટેજ પરથી પરિચય આપવાની જરૂર નથી. સીધી મીટીંગ જ થશે. કેન્ડીડેટે અગાઉના લગ્નના કાયદાકીય પુરાવા રજૂ કરવા પડશે કે હવે તેઓ સીંગલ છે. તારીખ 13મી એપ્રિલ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જે માટે મોબાઈલ નં. 7802013700 કે 9157402122 પર સંપર્ક કરવા જણાવાયુ છે અથવા 303, વેસ્ટ્રન બિઝનેસ હબ, જી-ફાઇવ રેસ્ટોરેન્ટની સામે, પ્રથમ સર્કલ, ગ્રીનસીટી રોડ પાલ ખાતે રૂબરૂમાં પણ મળી શકાશે.

અન્ય સમાચારો પણ છે...