પરિષદ / એક લાખ આદિવાસી ગામોમાં એકલ વિદ્યાલયની સુવિધા ઉપલબ્ધ કરાશે

વનબંધુ પરિષદના પશ્ચિમ ઝોનની બેઠક સુરતમાં સંપન્ન

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 12:05 PM
Surat News - one lakh tribal villages will have facility of single school 035101
આ વર્ષના અંતે દેશનાં 1 લાખ આદિવાસી ગામોમાં એકલ વિદ્યાલયની સુવિધા ઉપલબ્ધ કરાવાશે એવો નિર્ણય સુરત ખાતે મળેલી વનબંધુ પરિષદની બેઠકમાં લેવાયો છે.

વનબંધુ પરિષદના પશ્ચિમ ઝોનની બેઠક સુરતમાં સંપન્ન થઈ. જેમાં સુરત ઉપરાંત વડોદરા, અમદાવાદ ઉપરાંત ગ્રામ્ય સ્તર પરથી આવેલા હોદ્દેદારો અને કાર્યકરોએ આ વર્ષમાં જે કામગીરી કરવાની છે તેની ચર્ચા કરી હતી. આદિવાસીઓને શિક્ષણ અને સંસ્કારો મળી રહે એ સાથે આદિવાસીઓ સ્વાવલંબી બને તે વાતને કેન્દ્રમાં રાખી વનવાસી પરિષદ દ્વારા આદિવાસી વિસ્તારમાં એકલ વિદ્યાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં ભારતનાં 80 હજાર ગામડાંમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં એક શિક્ષક એક વિદ્યાલય તળે એકલ વિદ્યાલય કાર્યરત કરવામાં આવી છે. આ વર્ષના અંતે 1 લાખ એકલ વિદ્યાલય કાર્યરત થાય તેવો નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આદિવાસી વિસ્તારો ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં હાલ 2,250 એકલ વિદ્યાલય કાર્યરત છે.

સુરત ખાતે મળેલી વનબંધુ પરિષદની બેઠક યોજાઇ હતી.

રિલિજિયન રિપોર્ટર | સુરત

X
Surat News - one lakh tribal villages will have facility of single school 035101
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App