તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘એક સાંજ શ્રી માજીસા માતા રાણી ભટિયાણીને નામ’ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રી મજીસા માતારાણી ભટિયાણી ટ્રસ્ટ વતી શ્રી માજીસા ધામ બાલેશ્વરે 12 જાન્યુઆરી 2020 ને રવિવારે પોલારિસ ગ્રાઉન્ડ વીઆઈપી રોડ વેસુ ખાતે “આઓ બનાએ શ્રી માજીસા કા ધામ પ્યાર” નામનો ભવ્ય સામૂહિક ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં બાલોત્રાના ભજન સમ્રાટ પ્રકાશ માળી, આશા વૈષ્ણવે માજીસાના ભજનો ગાયા હતા. પેક્ડ પોલારિસ ગ્રાઉન્ડ ખાતે માતા ભક્તોએ માતાના સ્તોત્રોનો આનંદ માણીને ઉત્સાહથી વેસુ વિસ્તરણ માણ્યું હતું. શ્રી માજીસા માતા રાણી ભટિયાણીના દરબાર શણગારવામાં આવ્યો હતો, જ્યાં મોડી રાત સુધી માતાના અખંડ જ્યોતનાં દર્શન ચાલુ રહ્યાં હતા. નવસારી સાંસદ સી.આર. પાટીલ, સુરત ભાજપ શહેર પ્રમુખ કિશોર બિંદલ, ઘનશ્યામ સોની, સીઆર સુથાર, શ્યામકુમાર, જીવરાજ ભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના વિક્રમસિંહ ભાટી, યુવા નેતા દિનેશ પુરોહિત, મહેન્દ્રસિંહ રાજપુરોહિત પણ હાજર રહ્યા હતા. હજારો ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. શ્રી માજીસા માતારણી ભટિયાણી ટ્રસ્ટ, શ્રી માજીસા ધામ બલેશ્વર સુરતનાં પ્રમુખ પુખરાજ સંકલેચાએ જણાવ્યું હતું કે કડોદરા બલેશ્વરમાં ભવ્ય શ્રી માજીસા ધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

વેસુ પોલારિસ ગ્રાઉન્ડ ખાતે ભક્તોએ ભજનોની પ્રસ્તુત કરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો