Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાળનું તપેલુ ઉંઘુ વળી જતાં દાઝી ગયેલી દોઢ વર્ષની બાળાનું મોત
લિંબાયતમાં રસોડામાં દાળનું તપેલુ ઉંધુ વળતા દાઝી ગયેલી દોઢ વર્ષની બાળકીનું 11 દિવસની સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં કરૂણ મોત નીપજ્યું છે.
લિંબાયતના ગોડાદરાની ધુ્વીપાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ મહેરિયા મુળ રાજસ્થાનના વતની છે. સુરતમાં હેન્ડવર્કનું કામ કરે છે અને પોતાના પરિવાર સાથે રહે છે. તેમને ત્રણ પુત્રી પૈકી નાની પુત્રી વંદના ગત 31 ડિસેમ્બરે રાત્રીના 8 વાગ્યાના અરસામાં ઘરે રમતા રમતા રસોડામાં ઘૂસી ગઈ હતી. રસોડામાં તેણે ગેસની પાઈપ ખેંચી લેતા ગેસ પર મુકેલું દાળનું તપેલુ તેના પર ઢોળાયું હતું. જમણા હાથ-પગ અને બરડામાં ગંભીર રીતે દાઝી જતા તેણીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. શુક્રવારે તબિયત વધુ ખરાબ થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં શનિવારે વહેલી સવારે હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો. લિંબાયત પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.