તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિંગ રોડ પર યુવકના પગ ઉપર બાઇક ચઢાવી અકસ્માત કરી 50 હજાર ચોર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરામાં આદર્શ-ટુ ટેક્સટાઈલ માર્કેટ સામે ઊભા યુવકના પગના પંજા પરથી અજાણ્યાએ બાઇક ચલાવી તેથી યુવક બાઇક સવાર સાથે વાત કરતો હતો ત્યારે બાઇક સવારના સાગરીતે યુવકની નજર ચૂકવીને રોકડા 50 હજાર રૂપિયા ચોરી કરી લીધા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડભોલી રોડ પર શિવનગર સોસાયટીમાં રહેતો ધર્મેશ પોપટ કળથીયા સાડિઓ પર જોબવર્કનું કામ કરે છે. શનિવારે સાંજે તે માર્કેટ વિસ્તારમાં પેમેન્ટની ઉઘરાણી કરવા માટે ગયા હતા. ધર્મેશ આદર્શ-ટુ ટેક્સટાઈલ માર્કેટ બહાર ઊભા હતા. તે સમયે એક બાઇક સવારે ધર્મેશના પગના પંજા પર બાઇક ચલાવ્યું. તેથી ધર્મેશની નજર તે તરફ ગઈ અને બાઇક સવારને આ બાબતે બોલવા લાગ્યો હતો. તે સમયે બાઇક સવારના સાગરીતે ધર્મેશના પેન્ટના ખિસામાંથી રોકડા 50 હજાર રૂપિયા ચોરી કરી લીધા હતા. ધર્મેશે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...