તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂસ્તમપુરા પોલીસ ચોકી સામે જ રાત્રે યુવકે ત્યક્તાની કમર પકડી બીભત્સ માગણી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂસ્તમપુરા પોલીસ ચોકી સામે જ રવિવારની રાત્રે એક યુવકે 32 વર્ષીય ત્યક્તાને પકડીને તેની પાસે બિભત્સ માંગણી કરીને લાજ લેવાની કોશિશ કરી હતી. મહિલાએ યુવકને લાત મારીને ભાગીને એક રિક્ષામાં સંતાઈ ગઈ હતી. ત્યાંથી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી. રૂસ્તમપુરા પોલીસ ચોકી પાસે રહેતી 32 વર્ષિય મુમતાઝ( નામ બદલ્યું છે) તેના પતિથી અલગ રહે છે. મુમતાઝ સાથે બે દિકરા રહે છે. મુમતાઝ ઘરકામ ઉપરાંત કેટરર્સને ત્યાં નોકરી કરે છે.

રવિવારે રાત્રે કેટરર્સને ત્યાં નોકરી કરીને મુમતાઝ ઘરે આવી હતી. તેના ઘર પાસે રહેતા આરોપી ઇલ્યાસ યુસુફ શેખે રાત્રે મુમતાઝને કમરમાં પકડીને તેની પાસે બિભત્સ માંગણી કરી હતી. મુમતાઝે વિરોધ કર્યો ત્યારે મુમતાઝને નીચે જમીન પર પછાડીને લાજ લેવાની કોશિશ કરી હતી. મુમતાઝે ઇલ્યાસને લાત મારીને તેના હાથમાંથી છૂટીને ભાગીને એક રિક્ષામાં સંતાઈ ગઈ હતી. ત્યાંથી પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને ઘટનાની જાણ કરતા સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મુમતાઝે ઇલ્યાસ વિરુદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...