તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રાંતિનો પ્રારંભ સાંજે હોવાથી પુણ્યકાળ મંગળવારે, નવાં વાસણો, તલ-ગોળ અને અનાજનું દાન કરવું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે સોમવારે સાંજે 7.53 કલાકે સૂર્યની મકર સંક્રાંતિ થતી હોવાથી સંક્રાંતિનો પુણ્યકાળ મંગળવારે સવારે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીનો રહેશે. આ દિવસે રાશિ પ્રમાણે દાન કરી વિશેષ ફળ મેળવી શકાય છે. આ વર્ષે સંક્રાંતિનો રાજા સિંહ હોવાથી સિંહ અને હાથી વર્ગના પશુઓને ત્રાસ થશે. સફેદ વસ્તુઓ મોઘી થશે.

વિક્રમ સંવત 2075ની સંક્રાંતિ સોમવારે સાંજે 7.53 કલાકે થાય છે. સાંજે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એ વર્ષોમાં જવલ્લે જ બનતી ઘટના છે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે 20થી 25 વર્ષમાં એકવાર એવું બને કે સાંજે સૂર્યની મકર સંક્રાંતિ આવી હોય. આથી આ સંક્રાંતિ વિશેષ મહત્વની છે. સંક્રાંતિ સાથે સંબંધિત વસ્તુઓ મોંઘી થશે. પુણ્યકાળ મંગળવારનો છે. જેથી આ દિવસે નવા વાસણો, ગાયનો ચારો, અનાજ, તલ, ગોળ, સોનુ, ભૂમિ, ગાય અને ઘોડાનું દાન કરવું. તલ મિશ્રિત જળથી સ્નાન, હોમ, અભ્યંગ, પાણી પીવું. આ પુણ્યકાળે વડિલોને પ્રસન્ન કરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...