તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

8-9 જાન્યુઆરીએ બેંક, ટેલિકોમ, વીમા, વીજળી કર્મીઓની હડતાળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર અને રાજ્ય સરકારની કામદાર વિરોધી નીતિના વિરોધમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ (એસટીયુસી)ના નેજા હેઠળ તા.8 અને 9 જાન્યુઆરીએ વીજળી, બેંક, વીમા સહિતની સરકારી-અર્ધસરકારી સેવાઓ સાથે સંકળાયેલા કામદારો હડતાળ પાડશે. બે દિવસ સ્ટેટ બેંક સિવાય શહેરની તમામ સરકારી બેંકો પણ બંધ રહેશે.

સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના અગ્રણીઓ ગુસ્તાદ વાડિયા, જૈમીન દેસાઇ અને વિજય શેણમારેના જણાવ્યાનુસાર, સરકારની કામદારવિરોધી નીતિ, શ્રમ કાનૂનમાં ફેરફાર, રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જર અને ખાનગીકરણ, કોન્ટ્રાક્ટર પદ્ધિતિથી કર્મચારીઓની ભરતી સહિતના 12 મુદ્દાઓના વિરોધમાં દેશભરના ટ્રેડ યુનિયનો, ઇન્ટુક, આઇટુક, સીટુ, એચએમએસ, સેવા, ટીયુસીસી, યુટીયુસી, એલપીએફ, એઆઇયુટીયુસી, બેન્ક, વીમા, ડીફેન્સ, ટેલિફોન, વીજળી, આંગણવાડી, ટેક્સટાઇલ સહિતના લાખો લોકો હડતાળમાં જોડાશે.


અન્ય સમાચારો પણ છે...