તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીલાની બ્રિજ પાસે મોપેડ સ્લીપ થતાં વૃદ્ધનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેડ દરવાજા જીલાની બ્રિજ નજીક મોપેડ સ્લીપ થઇ જતાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે લાલગેટ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.

કતારગામના ગોટાલાવાડી ટેનામેન્ટ ખાતે રહેતા જેરામભાઈ પ્રેમાભાઈ ગંગવા(66) નિવૃત્ત જીવન વિતાવતાં હતા. ગઈ 9 ડિસેમ્બરના રોજ તેઓ મોપેડ લઈ વેડ દરવાજા જીલાની બ્રિજ પાસેથી પસાર થતા હતા. ત્યારે અચાનક મોપેડ સ્લીપ થઈ જતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે, સારવાર દરમિયાન શનિવારે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...