રૂ.35 કરોડની કંપની 88 લાખમાં ખરીદીતેમાંથી 60 કરોડથી વધુની લોન લેવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુબેરજી ગ્રુપ પર હાથ ધરાયેલું સર્ચ ઓપેરશન શનિવારે ભલે પૂર્ણ થયુ પરંતુ પડદાં પાછળના ખેલની અનેક હકિકતો બહાર આવી રહી છે. ખાસ કરીને અધિકારીના હાથમાં એવી માહિતી સામે આવી છે.જેમાં બિલ્ડર ગ્રુપ દ્વારા કોલકત્તામાં 35 કરોડની વેલ્યુ વાળી કંપની 88 લાખમાં ખરીદી હોવાનું બતાવાયું છે. આવી ત્રણ કંપનીઓ છે જેમાંથી 60 કરોડથી વધુની લોન પણ લેવાઈ છે. બીજી તરફ એક પાર્ટનરની પાસેથી યુએઇની બેન્કમાંનું બેનામી એકાન્ટ પણ મળ્યું છે. હાલ 50થી વધુ પોટલાં ભરીને જપ્ત કરાયેલાં ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરાયું છે. બિલ્ડર નરેશ અગ્રવાલ સહિતના અન્ય પાર્ટનરોને ત્યાંથી જે ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે તેનું વેરિફિકેશન હાથ ધરાયું છે. જેમાં ક્યાં ખેડૂત પાસે ક્યાં બ્રોકર મારફત જમીનો ખરીદવામાં આવી છે તેની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

દરોડામાં પાટલિયા તરફ ધ્યાન ગયંુ

અધિકારી સૂત્રોએ કહ્યુ કે, સમગ્ર દરોડામાં પાટલિયા તરફ ધ્યાન કેન્દ્રિત થયું છે. જો કે, દરોડા અગાઉ તેની માહિતી ન હોવાથી કવર કરવામાં આવ્યો ન હતો. દરમિયાન હવે અધિકારીઓ આ દિશામાં શું કરે છે એ જોવા જેવું રહેશે.

ચિઠ્ઠીમાં N.A. અને L.A.નો ઉલ્લેખ


કોલક્તાની કંપનીમાંથી લેવાયેલી એન્ટ્રીના સંદર્ભમાં સર્ચ દરમિયાન એક ચિઠ્ઠી મળી છે,જેમાં કંપનીનો ડિરેકટર કોને બનાવવો એની માહિતી પણ છે. એન.એ. અને એલ.એ.નો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે.


બિલ્ડરો પર ITના દરોડામાં સસ્તા સોદાનો ખુલાસો થયો

બેનામી ખાતામાં 1.50 દીરહમની એન્ટ્રી

એક પાર્ટનરના પુત્રનું યુએઇની એક કંપનીમાં હોલ્ડિંગ પણ સામે આવ્યું છે જેના એક બેનામી ફોરેન એકકાઉન્ટમાં 1.50 લાખ દિરહમની એન્ટ્રી પડી છે.
અન્ય સમાચારો પણ છે...