તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Now Vnsgu Affiliate Bed If There Is A Disturbance In The Colleges Then The Accreditation Will Be Canceled 072650

હવે VNSGU સંલગ્ન B.Ed. કોલેજોમાં ગડબડ જણાશે તો માન્યતા રદ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે રૂપિયા ખર્ચીને બી.એડ.ની ડિગ્રી મેળવી શકાશે નહીં. કારણ કે, NCTEની ટીમ દર વર્ષે વીએનએસજીયુની બીએડ કોલેજોમાં જઈને અધ્યાપકોની સંખ્યા અને તેમની લાયકાત, વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમની હાજરી, અભ્યાસક્રમ, ચોપડા તથા યુનિ.એ બનાવેલા બીએડના એકેડેમિક કેલેન્ડર સહિતની બાબતોનું ઇન્સ્પેક્શન કરશે. તેવામાં કોલેજમાં ગડબડ જણાશે તો તેની માન્યતા રદ કરશે અને યુનિ.એ ગડબડ કરી હશે તો તેની સામે કડક કાર્યવાહી કરશે.

NCTEએ એકટના સેક્શન-17-1માં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી એમ હતું કે, એનસીટીઈ એક વખત માન્યતા આપ્યા બાદ એકેય કોલેજ કે યુનિ.નું વાર્ષિક ઇન્સ્પેક્શન કરતી ના હતી. જેને કારણે વિદ્યાર્થીઓ કોલેજ જતા ન હતા, રૂપિયા ખર્ચીને હાજરી પૂરાવી દેતા હતા. તેથી શાળાના શિક્ષકોની ગુણવ ત્તા બગડતી હતી. શિક્ષણ વિભાગના એક અધિકારી સૂત્રો પાસેથી જણાયું છે કે, એમએચઆરડીએ શાળામાં અભ્યાસ કરતાં શિક્ષકોની ગુણવત્તા સુધારવા માટે સર્વશ્રેષ્ઠ શિક્ષકો તૈયાર કરવા માટે આ પોલિસીમાં ફેરફાર કર્યો છે. અહીં વાત એવી છે કે, શૈક્ષણિક વર્ષ 1996-97થી એનસીટીઈએ એક્ટ અમલમાં આવ્યો હતો. ત્યારથી લઈને આજ દીન સુધીમાં એનસીટીઈએ ઘણી કોલેજને માન્યતા આપી છે. પણ તે કોલેજનું ઇન્સ્પેક્શન કરતી ના હતી. માત્ર યુનિવર્સિટીની એલઆઈસી કમિટી જ ઇન્સ્પેક્શન કરતી હતી. હવે NCTEની ટીમ પણ ઇન્સ્પેક્શન કરશે.

અન્ય સમાચારો પણ છે...