તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે, 6 માસમાં એક હજારને બદલે 10 હજાર ઉપાડી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રની મલ્ટી સ્ટેટ કો.ઓપરેટીવ બેંક અને સુરતમાં 4 બ્રાંચ ધરાવતી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓપરેટીવ બેંકના 10,000 ખાતેદારોને આરબીઆઈ તરફથી દિવાળી પૂર્વે રાહત આપી દેવામાં આવી છે. 6 માસ માટે બેંક પર મુકવામાં આવેલા નિયંત્રણમાં ખાતેદારો હવે રૂ.1000ની જગ્યાએ રૂ.10 હજાર ઉપાડી શકશે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને પીએમસી બેંકના વહીવટમાં ગેરરીતી જણાતા, આરબીઆઈએ કલમ 35-એ હેઠળ આ બેંકની કુલ 139 શાખાઓ પર નિયંત્રણો લાદયા છે. જેના કારણે મંગળવારે આ સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં શહેરની ઘોડદોડ રોડ બ્રાંચ ખાતે ખાતેદારોએ હોબાળો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતની 4 અને વાપી બ્રાંચ મળીને કુલ 10 હજાર જેટલા ખાતેદારો આ બેંકના દક્ષિણ ગુજરાતમાં છે. આરબીઆઈ દ્વારા મુકવામાં આવેલા નિયંત્રણમાં છ માસ સુધી ખાતેદારો દર મહિને રૂ.1000 ઉપાડી શકે છે તેવી ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં હવે ફેરફાર કરી આરબીઆઈએ ગુરૂવારે રાહત જાહેર કરી છે. ખાતેદારો હવે રૂ.1000ની જગ્યાએ રૂ.10 હજાર ઉપાડી શકશે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસથી શહેરની બ્રાંચ પર ખાતેદારોની સાથો-સાથ કર્મચારીઓ પણ ફરક્યા ન હતા. આરબીઆઈની જાહેરાત બાદ આજે શુક્રવારે બેંકમાં રૂપિયા ઉપાડવા લાઈન લાગે તેવી વર્તાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...