હવે એક પણ રૂપિયો ચૂકવવો નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાટીયા ટોલનાકે સ્થાનિક વાહનો પાસે ચલાવવામાં આવતી ટોલ લૂંટ સામે હવે રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. સ્થાનિકોએ હવે મક્કમ ઇરાદે ટોલ સંચાલકોને કહી દીધંુ છે કે ‘હવે અમારે એક પણ રૂપિયો ચૂકવવો નથી.’ મંગળવારે પલસાણાના ઇટાળવા ગામે ટોલનાકાની મનસુફી સામે લડી લેવા ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિની જાહેરાત કરાઇ હતી અને કોઈ પણ ભોગે સ્થાનિકોને ટોલલૂંટમાંથી મુક્તિ અપાવવાની લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિમાં 21 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીજે 5 અને જીજે 19 એટલે કે સુરત અને બારડોલીની ગાડીઓ પાસે હાલ વનવે ના 20 અને ટુ વેના 30 રૂપિયા વસુલવામાં આવે છે.જોકે આ છૂટ લેવા પણ સ્થાનિકોએ કેશની લાઈનમાં સમયનો વ્યય કરવો પડે છે. અંદાજે રોજ ભાટિયા ટોલનાકેથી 15000 ગાડીઓ પસાર થાય છે જેમાંથી 11થી 12 હજાર ગાડીઓ બારડોલી કે સુરતની હોય છે. જે ગાડીઓએ સમય અને ફ્યુઅલનો વ્યય કરી ફરજીયાત કેશ લેનમાં ઉભા રહેવું પડે છે. ભાટિયા ટોલનાકાની પાસ સિસ્ટમમાં સ્થાનિકોએ 20થી 25 ટકા વાહનો માટે જ પાસ બનાવ્યા છે. પાસ હોવા છતાં સુરતથી જતી વખતે બે કેશ લેન અને રિટર્ન સમયે એક જ કેશ લેન હોવાથી સ્થાનિકો માટે ફાસ્ટેગનો કન્સેપ્ટ જ ફાંસની જેમ ખૂંચી રહ્યો છે. અંતે, આંદોલન કરવાનું નક્કી કર્યું છે.

સ્થાનિકોની લડાઇ હેરાનગતિ અને દાદાગીરી સામે છે

ઇટાળવા ખાતે મળેલી મિટિંગમાં હાજર આગેવાનોએ એક સુરે સ્થાનિકોને થઇ રહેલા અન્યાય સામે લડી લેવાનો હુંકાર કર્યો છે.દર્શન નાયકે જણાવ્યું હતું કે, ‘એક જ જિલ્લાના અલગ અલગ ટોલનાકે અલગ અલગ નીતિ ન હોય શકે,સ્થાનિકોની સમસ્યા સામે અમે અહિંસક લડત ઉપાડી છે અને આ બિનરાજકીય આંદોલનને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ કોન્ટ્રક્ટરે જણાવ્યું હતું કે,‘હેરાનગતિ અને દાદાગીરી સામે આંદોલન છે. સ્થાનિકોના હિતની લડાઈ છે. ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે ‘ટોલનાકાના કર્તાધર્તાઓએ ઘણા નિયમોની અનદેખી કરી હોવાનું લાગી રહ્યું છે. આ ઉપરાંત પણ અલગ અલગ ક્ષેત્રના આગેવાનોએ ટોલલૂંટ સામે આંદોલન સુધીની તૈયારી દર્શાવી હતી.

આવેદન બાદ પણ નિર્ણય નહીં આવશે તો આક્રમક આંદોલન

ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા આગામી બે ત્રણ દિવસ સુધી સુરત,બારડોલી,પલસાણા અને ચોર્યાસી તાલુકામાં મિટિંગ આયોજિત કરી વધુને વધુ જનસમર્થન લેવામાં આવશે અને ત્યાર બાદ જિલ્લા કલેકટરને ભાટિયા ટોલનાકા મુદ્દે આવેદન પત્ર આપવામાં આવશે અને ત્યાર બાદ જો સ્થાનિકોની સમસ્યાનું સમાધાન ન આવે તો આક્રમક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ઇટાળવા ગામે મળેલી મીટિંગમાં સંઘર્ષ સમિતિ જાહેર કરાઈ, સ્થાનિકોને ભાટિયા નાકે ટોલમાંથી મુક્તિ અપાવવા આંદોલનની ચીમકી

લગ્નમાં ચાંલ્લો કરવા પહેલાં ભાટિયા ટોલનાકે ચાંલ્લો કરો

સુરત અને આસપાસના ગામોમાં લગ્ન પ્રસંગોમાં જનારાઓ પણ જિલ્લાના ગામોના લોકોએ ભાટિયા ટોલનાકું પસાર કરવું પડે છે. ફોર વ્હિલરમાં પ્રસંગ પર જતા જાનૈયાઓએ લગ્નમાં ચાંલ્લો કરવા પહેલા ભાટિયા ટોલનાકે ટોલનો ચાંલ્લો કરવો પડે છે આટલું જ નહિં પણ મરણ પ્રસંગમાં પણ સુરતથી ગામડાઓમાં જતાં લોકોએ ટોલ ચૂકવવો પડે છે આ ઉપરાંત નોકરી ધંધા માટે જનારાઓ પણ હેરાન થાય છે.

લોકોની પ્રતિજ્ઞા ‘ટોલ કોઇ પણ ભોગે નહીં’

ભાટિયા ટોલનાકા સામેરણશિંગુ ફૂંકાયું

ઇટાળવા ગામે લોકોએ સ્થાનિકોને ટોલ લૂંટમાંથી મુક્તિ અપાવવા સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. {હેતલ શાહ

ભાટિયા ટોલ પ્લાઝા

પ્રજાને રાહત ક્યારે

હેરાનગતિનો

‘ફાસ’ટેગ

ફાસ્ટેગથી જશો તો 30ને બદલે 105 ચૂકવો

પાસ લેવો હોય તો
મહિનાના રૂપિયા ચૂકવો

લાંબી લાઈનોને લીધે ફ્યુઅલનો વ્યય

લાઇનમાં ઊભાં રહેવાથી સમયનો બગાડ

લગ્ન કે બેસણામાં
જાઓ તો પણ ટોલ

નોકરી - ધંધો કરવા જાઓ તો ટોલ

ખેતીવાડી કરવા
જાઓ તો ટોલ
અન્ય સમાચારો પણ છે...