હવે યુનિ.ના વિદ્યાર્થી ઓનલાઇન રીચેકિંગ-રીએસેસમેન્ટ કરી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેવી રીતે અરજી કરવી

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાની આન્સરશીટ રિચેકિંગ અથવા રિએસમેન્ટ કરાવવા માંગે છે. તો તેમણે યુનિવર્સિટી તરફથી આપવામાં આવેલા લોગીન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ તેને યુનિવર્સિટીની વેબસાઈટ પર અપડેટ કરવાનો રહેશે. જ્યાં તેમને રી ચેકિંગ અને રી એસેસમેન્ટનો વિકલ્પ રહેશે જેને ભર્યા બાદ તેઓ ઓનલાઈન ફી ભરી શકે છે. જેથી તેમણે બેન્કમાં ફી ભરવા જવાની પણ જરૂર નથી. ત્યારબાદ અધિકારીઓને આ અંગે જાણકારી મળશે અને તેનો જવાબ પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન મળી જશે

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી હવે ઘરે બેઠા રિચેકીંગ અને રિએસેસમેન્ટ માટે ફોર્મ ભરી શકશે. જેની શરૂઆત યુનિવર્સિટી દ્રારા કરવામાં આ‌વી છે જેથી વિદ્યાર્થીઓએ હવે છેક યુનિવર્સિટી સુધી ધક્કો નહી ખાવો પડે. વિદ્યાર્થીઓની સાથે સાથે અધિકારીઓેને પણ મોટી રાહત મળી છે. અગાઉ ઘણી વાર સર્વર નહી ચાલવાને કારણે વિદ્યાર્થીઓએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા પડતું હતું. અને વિદ્યાર્થીઓએ બે વખત યુનિવર્સિટીનો ધક્કો ખાવો પડતો હતો. જોકે હવે યુનિવર્સિટીએ તમામ પ્રક્રિયા ઈઆરપી સિસ્ટમ સાથે જોડી દીધી છે જેથી વિદ્યાર્થીઓ સીધા અરજી કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...