તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16 નવેમ્બરે કલા ગુર્જરી ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ખાતે તાપી નૃત્ય મહોત્સવ-2019 અને કલા ગુર્જરી ઓલ ઇન્ડિયા ડાંસ કોમ્પિટિશનનું આયોજન શહેરની એક ડાન્સ એકેડેમી દ્વારા કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ભરતનાટ્યમ, કથ્થક, કુચિપુડી અને સેમિ ક્લાસિકલ લોકનૃત્યો યોજાશે. આ આયોજન સુરતનાં રંગ ઉપવન સી.સી. મહેતા નાટ્ય ગૃહ નાનપુરા ખાતે 16 નવેમ્બરના રોજ બપોરે 2 થી 9 વાગ્યા દરમિયાન યોજાશે, જેમાં સુરત, વલસાડ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, ગાંધીધામ, મુંબઇ, ઈન્દોર, ભુવનેશ્વર, બેંગ્લોર, પોંડિચેરી અને કોટાના કલાકારો ભાગ લેશે. આ નૃત્ય મહોત્સવનું આયોજન કરવાનું એકમાત્ર ઉદ્દેશ્ય સૂરત શહેરમાં ગુજરાત બહારના સારા કલાકારો તેમની કળાનું પરિચય સૂરતની જનતાને કરાવે તેમજ સુરતના કલાકારો પણ વિવિધ લોકો સામે સ્પર્ધા કરી પોતાનું સ્તર વધું ઉપર લઈ જાય એવો છે. આ કાર્યક્રમનું આયોજન તેજસ યાદવ દ્વારા કરવામાં આવ્યુ. એ સાથે આ કાર્યક્રમ દરમિયાન કલાકારોને એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવશે. તેજસ યાદવ ક્લાસિકલ ડાન્સર છે.

big event

સિટી રિપોર્ટર . સુરત

અન્ય સમાચારો પણ છે...