તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાની શાળાઓમાં ગેરહાજર એક હજાર છાત્રોનાં નામ કમી કરવા નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરીના કારણે શિક્ષણ વિભાગે સતત 14 દિવસ સુધી ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓના નામ કમી કરવા કરેલા આદેશ બાદ પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની 333 પૈકી પ્રત્યેક સ્કૂલદીઠ 3 વિદ્યાર્થીઓ સતત ગેરહાજર રહેતા હોઇ વાલીઓને નોટીસ ફટકારવામાં હોવાની માહિતી સામે આવી છે. આવા એક હજાર જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને નામ કમી કરવા મામલે નોટિસ આપી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 333 સ્કૂલોમાં 1.58 લાખ વિદ્યાર્થીઓ અલગ અલગ સાત માધ્યમની સ્કૂલોમાં અભ્યાસ કરે છે. તાજેતરમાં મિશન વિદ્યા અંતર્ગત થયેલા નિરીક્ષણમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. દરેક સ્કૂલોમાં વર્ગશિક્ષકો દ્વારા સતત 3 દિવસ, સાત દિવસ અને 14 દિવસ ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓના વાલીનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. જો કે વાલીસંપર્ક બાદ પણ વિદ્યાર્થી નહીં આવતા તે વાલીઓને નામ કમી કરવા માટે નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે. પ્રત્યેક સ્કૂલદીઠ 3 વિદ્યાર્થીઓ સતત 14 દિવસથી ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે. જેથી આ તમામ વાલીઓને નોટીસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...