તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચિન ન. પા.ના ઠરાવથી શહેરમાં સમાવેશ અંગેના ઇનકારથી વિવાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

શહેરવિકાસ ખાતાએ સચીન અને કનકપુર નગરપાલિકાને સુરત શહેરમાં જોડાવા માંગો છો કે નહીં તે અંગે ખાસ સામાન્ય સભા બોલાવી સ્પષ્ટ અભિપ્રાય ની આપેલી સૂચનામાં સચિન નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષે સરક્યુલેટ ઠરાવ કરી મહાપાલિકામાં સમાવેશનો ઈનકાર કરી દેતાં વિવાદ થયો છે. જ્યારે કનકપુર પાલિકાએ સામાન્ય સભા બોલાવી સર્વેસંમતિએ મહાપાલિકામાં સમાવવાનો નિર્ણય ક્યો છે.

શહેર વિકાસ ખાતાના પત્રમાં શહેરમાં સમાવવાના સ્પષ્ટ અભિપ્રાય મંગાતા શુક્રવારે બપોરે 3.30 કલાકે કનકપુર નગર પાલિકામાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. તેમાં તમામ સભ્યોએ સર્વાનુંમતે સુરત શહેરમાં જોડાવવા માટે સંમતિ આપી છે. જોકે, સચીન નગર પાલિકાએ સુરત શહેરમાં સમાવવાથી ઈનકાર ક્યો છે. તેમાં પણ ખાસ સામાન્ય સભા બોલાવાને સ્થાને એજન્ડા સરક્યુલેટ કરી ઠરાવ કરાયો જેમાં 27 સભ્યોએ ના અને 1 સભ્યે હા પાડી છે. હદ વિસ્તારણ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ, અગ્રણીઓ સાંસદ, ધારાસભ્યો, શહેર-જિલ્લા પ્રમુખોની હાજરીમાં 19 ગામ, અને 2-નગરપાલિકાને શહેરમાં સમાવવા નિર્ણય કર્યો હતો. સ્થાયીમાં નિર્ણય બાદ સામાન્ય સભામાં મંજુરી બાદ સરકારને મોકલાયો હોવા છતાં સચિન નગર પાલિકાના અગ્રણીઓએ લીધેલા નિર્ણયથી વિવાદ થતા ભાજપમાં શિસ્તભંગની તલવાર લટકતી હોવાની ચર્ચા ચાલી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો