તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા કર્મી પર હુમલામાં ગુનો નોંધાયો પણ આરોપી કોઈ નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પુણાના યોગી ચોકમાં મહાલક્ષ્મી શાકભાજી માર્કેટ પાસે શુક્રવારે પાલિકાના વરાછા બી ઝોનનો સ્ટાફ દબાણ હટાવવા ગયો હતો. તે સમયે સ્થાનિકો અને પાલિકા વચ્ચે બબાલ થઈ હતી. જેમાં બેલદાર અને કોર્પોરેટર સોનલ દેસાઈ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. બનાવના 6 દિવસ પછી કોર્પોરેશનના બેલદારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે ફરિયાદમાં કોઈ પણ આરોપીનું નામ નથી.

પાલિકાનો સ્ટાફ શુક્રવાર દબાણ હટાવવા પુણામાં મહાલક્ષ્મી શાકભાજી માર્કેટ નજીક પહોંચ્યા ત્યારે ત્યાં સ્થાનિકો વિફર્યા હતા. ટોળામાંથી બેલદાર મહેન્દ્ર ગુલાબરાવ પાટીલને માર મારતા તેમને ઇજા થઈ હતી. તે સમયે પાલિકા તરફથી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. 6 દિવસ પછી પાલિકાના બેલદાર પ્રતિક મનહરલાલ પટેલે સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ અને કર્મચારી પર હુમલાની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે બનાવના દિવસે કોર્પોરેટર સોનલ દેસાઈ ત્યાં પહોંચ્યા હતા. તે સમયે બેલદાર અને સોનલ દેસાઈ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જે-તે સમયે આ મુદ્દે પાલિકાના ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકે જણાવ્યું હતું બેલદાર કોઈ બબાલ કરી નથી જ્યારે આ બાબતે સોનલ દેસાઈ કાંઈ પણ કહ્યું ન હતું. 6 દિવસ બાદ ગુનો નોંધાયો પરંતુ આરોપી કોઈ નથી.

કોર્પોરેટર- બેલદાર વચ્ચે ઝપાઝપી થઈ હતી

સરથાણામાં દબાણમુદ્દે બબાલ થઇ હતી


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો