તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘પ્રોજેક્ટ આંગણ’ અંતર્ગત નવજાત શિશુઓનું ચેકઅપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

ઇન્ડિયન એકેડેમી ઓફ પિડિયાટ્રિક, સુરત પિડિયાટ્રિક એસોસિયેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને સુરત મહાનગર પાલિકા દ્વારા ‘પ્રોજેક્ટ આંગણ’નું આજે કળીવાળા અર્બન હેલ્થ સેન્ટરની કાલીપુલ આંગણવાડી ખાતે શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત 170થી વધારે બાળકોનું બાળરોગ નિષ્ણાંતોની ટીમ દ્વારા ચેકઅપ કરાયું અને દવા આપવામાં આવી હતી. બાળકના સર્વાંગી વિકાસ માટે એના જન્મના પ્રથમ પાંચ વર્ષ બહુ જ અગત્યના છે. આંગણવાડી, એ એવી જગ્યા છે જ્યાં પ્રેગ્નન્ટ માતા અને 6 વર્ષથી નાના બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. અહિયાં રસીકરણ, પોષક આહાર, વૃદ્ધિ અને વિકાસનો માપદંડ અને પ્રાથમિક શિક્ષણ પણ અપાય છે. જરૂર પડે ત્યારે કુપોષણવાળા બાળકોને જ્યાં વધારે સારવાર મળી રહે એવા ન્યુટ્રીશન રેહેબીલેટેશન સેન્ટર પર પણ મોકલવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો