નેટ 20મી જૂનથી લેવાશે, 15મીથી એડમિટ કાર્ડ ઓનલાઇન કાઢી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીઓ અને કોલેજોના આસિસ્ટન્ટ અધ્યાપક માટે યુજીસી દ્વારા નેટની પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ હવે નેટની પરીક્ષાનું આયોજન એનટીએ(નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા કરવામાં આવે છે. પરીક્ષાનું આયોજન 20મી જૂનથી 28મી સુધી કર્યું છે. જેના એડમિટ કાર્ડ વિદ્યાર્થીઓ 15મી મેથી કાઢી શકશે. નેટની પરીક્ષા 20, 21, 24, 25, 26, 27 અને 28મી જૂન સુધી ચાલશે. વિદ્યાર્થીઓએ વિષય પ્રમાણે તારીખ એનટીએ દ્વારા જાહેર કરવામાં આવશે જે મુજબ પરીક્ષા અપાવાની રહેશે. પરીક્ષા એક દિવસમાં બે તબક્કામાં લેવામાં આવશે. જેમાં સવારે 9:30થી બપોરે 12:30 અને બપોરે 2-30થી સાંજે 5-30 સુધી પરીક્ષા લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...