તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેટ રેંકિંગ: રેંકમાં ટાઇ બ્રેક થવા પર ઓછી ભૂલોવાળા વિદ્યાર્થીઓને તક અપાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| એનટીએ દ્વારા નેશનલ એલિજીબલિટી એક્ઝામિનેશન કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન એટલે કે નીટ રેંકિંગમાં ટાઇ બ્રેકર ક્રાઇટેરીયા કેલક્યુલેશનને સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ ક્રાઇટેરીયા જેઇઇ મેન્સથી થોડો અલગ રાખવામાં આવ્યો છે. આ વર્ષે નીટ 5 મેનાં રોજ લેવાશે. એક્સપર્ટે જણાવ્યુ કે ‘આ વખતથી જેઇઇ મેન્સ અને નીટ એનટીએ કરાવશે. જેનાં માટે બન્ને એક્ઝામનાં રૂલ્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રેન્ક નક્કી કરવા માટે રો-સ્કોરને આધારે રેન્ક નક્કી કરવામાં આવશે. 720માંથી મહત્તમ સ્કોરનાં આધારે રેન્ક નક્કી કરવામાં આવશે. માર્કસ ટાઇ થવા પર વિષયની પ્રાથમીકતાને આધારે અને માર્કને આધારે નક્કી કરવામાં આવશે. રેન્કીંગમાં બાયોલોજી અને કેમેન્ટ્રી પેપરમાં સ્ટુડન્ટ્સનાં માર્કસ અને ખોટ જવાબોની સંખ્યાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. એટલે કે જે સ્ટુડન્ટે ઓછી ભૂલો કરી છે એને સૌથી પહેલા પ્રેફરન્સ આપવામાં આવશે. અંતે ઉંમરમાં મોટા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જો કોઇ બે વિદ્યાર્થીઓ વચ્ચે ટાઇ થતી હશે તો વિષયની તુલના કરી રેન્ક આપવામાં આવશે. સબ્જેક્ટનાં માર્કમાં પણ જો ટાઇ થઇ રહી હશે તો ઓછા ખોટા સવાલો સોલ્વ કરનારા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આખરે ઉમ્રનાં આધારે ટાઇ બ્રેક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો