તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફેરને લીધે બદનામીના ડરથી સુરતમાં પતિ સાથે આવેલી નેપાળી પરિણીતાનો આપઘાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર. સુરત | વતનથી પતિ સાથે સુરત રહેવા આવેલી મૂળ નેપાળની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

શીતલ વતનમાં કોઈ અન્ય યુવક સાથે પ્રેમમાં હતી
મૂળ નેપાળનો વતની અને હાલ ઘોડદોડ રોડ પાસે આવેલ પંચશીલનગરમાં રહેતો કાલુ નેપાળી હીરાના કારખાનામાં કામ કરી વતનમાં રહેતી પત્ની શીતલ (25) અને એક પુત્ર તથા એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. શીતલને વતનમાં કોઈ અન્ય યુવક સાથે પ્રેમમાં હતી. જોકે શીતલ બદનામીના ડરથી છ માસ આગાઉ સુરત તેના પતિ પાસે આવી ગઈ હતી. ગત તા. 18મીએ ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદ તાત્કાલિક સારવાર અર્થે શીતલને નવી સિવિલ ખાતે લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન શીતલનું મોત થયું હતું. ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.

ડભોલીમાં ધો. 12માં ભણતા છાત્રનો આપઘાત
ડભોલી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના રો-હાઉસમાં રહેતા ધો.૧૨ સાયન્સમાં ભણતાં ધ્રુવે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક વિદ્યાર્થી માર્ચમાં આવતી બોર્ડની પરીક્ષાને લઈ માનસિક તાણમાં પગલું ભરી લીધું હતું. મૂળ ધંધુકાના ઉછડીના વતની કેતુલભાઈ પરીખ આઈસીઆઈસીઆઈ બેન્કમાં લોન વિભાગમાં કામ કરી પત્ની અને એક પુત્ર થતા એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. કેતુલભાઈનો ૧૮ વર્ષીય પુત્ર ધ્રુવ આંબતાલવાડી વિસ્તારમાં આવેલ યોગી પ્રવૃત્તિ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.

માર્શલની નોકરીની રાહ જોતાં યુવકે ઝેર ગટગટાવ્યું
મનપામાં માર્શલની નોકરીની રાહમાં બે વર્ષથી પ્રતીક્ષા યાદીમાં રહેલા પ્રવીણ રણજિત પવારે ડિપ્રેશનમાં આવી ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પ્રતીક્ષા યાદીનો સમયગાળો લંબાવવામાં ન આવતાં પ્રવીણે આખરે આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રવીણના જીજાએ જણાવ્યું હતું. ડીંડોલીની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા પ્રવીણ રણજિત પવારે (30) મનપામાં માર્શલની નોકરી માટે ઉમેદવારી કરી હતી પણ પ્રવિણની પસંદગી થઇ ન હતી અને નામ પ્રતીક્ષા યાદીમાં હતું. આખરે આજે તેણે હતાશમાં ઝેર પી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો