તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીનાં ઉમેદવાર હિરામણીની 3.18 કરોડની છેતરપિંડીમાં ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોડાદરાની વરદાય હાઇટમાં રહેતી હીરામણી દીનદયાળ શર્માએ લોકસભા ચૂંટણી માટે નવસારી સિટ પરથી રાષ્ટ્રીય સમાજ પક્ષ તરફથી ઉમેદવાર છે. જોકે પોલીસ ચોપડે તે વોન્ટેડ છે. તેના વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાંં છેતરપિંડીના બે ગુના દાખલ થયા છે. એક ગુનો નવેમ્બર 2018માં નોંધાયો હતો. જેમાં હીરામણીએ તેના ભાગીદારો નિલેશ અરજણ કળથિયા અને ભરત પુરી સાથે મળીને અશોક રામાણીના માધ્યમથી એમ્બ્રોયડરી ખાતેદાર કિશોર છગન પટોળીયા(મોટા વરાછા) પાસે જોબ વર્કનું કામ કરાવીને મજૂરીના 3.18 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ચુકવ્યા નહતા. કિશોરને આપેલા ચેક રિટર્ન થયા હતા.આરોપીઓએ તેના દિકરાને ઉપાડી જવાની ધમકી આપતા હતા. હિરામણી સહિતના આરોપીઓ વોન્ટેડ હતાં. હીરામણી ઉધનામાં પક્ષના કાર્યાલય પર જવાની છે માહિતી માહિતી મળતા પુણા પોલીસે રસ્તામાંથી જ તેની ધરપકડ કરી હતી. હીરમણીના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેની વિરુદ્ધ જુન 2018માં પુણા પોલીસમાં પર 50.61 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ મામલે તેણીએ શરતોનું પાલન નહીં કરતા હીરામણીના આગોતરા જામીન નામંજૂર થયાં હતા.

અન્ય સમાચારો પણ છે...