તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

29મીએ અલથાણમાં નવકુંડી મહાયાગનો પ્રારંભ, સવારે 6.30 વાગ્યે મંગળા આરતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જય માતાજી ભક્તગણ સમિતિ દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે રવિવારે નવકુંડી મહાયાગનો પ્રારંભ કરાશે. અલથાણમાં વીઆઈપી રોડ પર આવેલા વનિતા ફાર્મમાં સવારે 6.30 કલાકે મંગળા આરતી અને 8.30 કલાકે અગ્નિમંથન સાથે યાગનો પ્રારંભ કરાશે. યાગ નિમિત્તે 29મીએ સવારે 10 કલાકે શ્રી ખાટૂશ્યામ ભક્તગણ અને ઇચ્છાપૂર્ણ શ્રી પંચમુખી હનુમાન ભક્તગણ મંડળના ભક્તો સાથે જયમાતાજી ભક્તગણ શોભાયાત્રામાં જોડાશે.

શહેરના અલથાણ વિસ્તારની જય માતાજી ભક્તગણ સમિતિ દ્વારા નવરાત્રી મહાપર્વ નિમિત્તે નવકુંડી મહાયાગનો પ્રારંભ કરાશે. આ અંગે પંડિત પ્રભાકર દ્વિવેદીએ જણાવ્યું હતં કે શક્તિપીઠ ધામ મૈહરના કૃપાપાત્ર પંડિત સુનિલ શુક્લાનાં સાંનિધ્યમાં નવકુંડી મહાયાગનો પ્રારંભ કરાશે. જય માતાજી ભક્તગણ સમિતિ દ્વારા આ વર્ષે સતત 25માં વર્ષે યાગનું આયોજન કરાયું છે. યાગનો પ્રારંભ 29મીએ સવારે મંગળા આરતી અને 8.30 કલાકે મંગલાચરણ સાથે અગ્નિમંથન સાથે કરાશે. યાગનો સમય 7 ઓક્ટોબર સુધી રોજ સવારે 6.30થી 8.30 સુધી મંગળા આરતી કરાશે. 8.30થી 10.30 દેવપૂજા અને આરતી. સાંજે 3.30થી 5.30 કલાકે ચંડીપાઠ કરાશે. યાગ નિમિત્તે 29મીએ સવારે 10 કલાકે શોભાયાત્રા નીકળશે, જેમાં શ્રી ખાટૂશ્યામ ભક્તગણ અને ઇચ્છાપૂર્ણ શ્રી પંચમુખી હનુમાનજી ભક્તગણ જોડાશે. રોજ સવારે 11થી 1 કલાકે યાગમાં વેદોક્ત પૂજન અને આરતી કરાશે. આ પ્રસંગે યાગમાં ચંડીપાઠ સાથે માતાજીને રોજ આહુતિ અપાશે. આ યાગમાં ઇચ્છાપૂર્ણ શ્રી પંચમુખી હનુમાન અને શ્રી ખાટૂશ્યામ ભક્તગણનો પણ સહયોગ મળ્યો છે. નવરાત્રીના નવ દિવસમાં આદિશક્તિ ત્રિપુરસુંદરી, મહાકાળી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મીની સ્તુતિ, સ્તોત્ર અને મંત્રજાપ કરાશે. યાગની પૂર્ણાહુતિ 7મીએ સોમવારના રોજ સાંજે 6 કલાકે કરાશે.

નવરાત્રીની પૂર્વ તૈયારીમાં સમૂહ પ્રાર્થના બાદ આરતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...