તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદ યુનિવર્સિટી નેશનલ રેન્કિંગમાં 100ની યાદીમાં પણ ન આવી શકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંતરિક વિખવાદ બદલો લેવાની ભાવના અને કથળી રહેલી વહીવટી કામગીરીના કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદના વંટોળ પર ચઢયો છે ત્યારે હાલમાંજ જાહેર કરવામાં આવેલી ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા દેશભરની ટોપ યુનિવર્સિટીની યાદીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 100 નંબર સુધીની યાદીમાં પણ સ્થાન મેળ‌વી શકી નથી.

સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા એનઆઇઆરએફ દ્વારા દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે યુનિવર્સિટી અને કોલેજ, એન્જિનિયરિંગ સંસ્થા, મેનેજમેન્ટ સંસ્થાઓ ફાર્મસી વગેરે સંસ્થાઓની કામગીરીનીના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. આ રેન્કિંગ માટે ખાસ પાચ જેટલા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે તજજ્ઞો દ્વારા માર્કસ આપવામાં આવે છે આ માર્કસના આધારે રેન્કિંગ આપવામાં આ‌વે છે.હાલમાં એઆઇઆરએફ દેશની ટોપ 100 યુનિ.ની યાદી બહાર પાડી હતી તેમા સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સ્થાન મળ્યું નથી.

અત્રે ઉલ્લેખનિય છેકે,છેલ્લા કે દોઢ વર્ષથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નિમ્ન કક્ષાનું રાજકારણમાં ગળાડૂબ થઇ ગયેલા સત્તાધીશો દ્વારા યુનિવર્સિટીના વિકાસની કામગીરી પર જાણે બ્રેક મારી દીધી હોય તેવું ફલીત થઇ રહ્યું છે.

રેન્કિંગ માટેના આ પાંચ પેરામીટર્સ
પરિમાણો કેટેગરીએ કેટેગરી બી

અધ્યાપન, શિક્ષણ અને સંસ્સાધનો (ટીએલઆર) 0.30 0.30

સંશોધન,વ્યવસાયિક અભ્યાસ-સહયોગી પ્રદર્શન 0.30 0.30

સ્નાતક પરિમાણ (ગો) 0.15 0.25

આઉટરીય અને સમાવિષ્ટ (ઓઆઇ) 0.15 0.15

પર્સેપ્શન (પીઆર) 0.10 0.10

અન્ય સમાચારો પણ છે...