તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાબના વારસદારોના નામ રદ, 20 હજાર કરોડની જમીન સરકાર હસ્તક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આભવાની કરોડોની જમીન પચાવી પાડવાના કારસા પર કલેકટરે પાણી ફેરવી દીધું છે. જમીન પોતાની હોવાનો દાવો કરતા તત્કાલીન સિટી મામલતદારે નવાબના 45 વારસદારોના નામ દાખલ કર્યા હતા. આ હુકમને રિવિઝનમાં લઇને કલેક્ટરે તમામ નામો રદ કરીને જમીન સરકાર હસ્તક લીધી હતી.

આભવાની રેવન્યુ સરવે નં.505 તથા 507 વાળી જમીન સરકાર હસ્તક હતી. જેની કિંમત હાલના બજાર ભાવે રૂ.20000 કરોડની આંકવામાં આવી રહી છે. આ જમીન પોતાની વડીલોપાર્જિત હોવાનું જણાવીને નવાબ નરૂદ્દીન હુસેનખાન વલ્દ હુસેનુદ્દીન હુસેન ખાનના વારસદારોએ વર્ષ 2014માં આ જમીનમાં પોતાના નામો દાખલ કરવા વારસાઇ અરજી કરી હતી. જેમાં આ જમીનને 1802માં તેમના પૂર્વજોને ખાનગી ઇનામ ક્લાસ-2 તરીકે અપાઇ હોવાનું જણાવીને વારસદાર તરીકે તેમના નામ દાખલ કરવા માંગણી કરી હતી. તા.14-1-2014ના રોજ સિટી મામલતદારે વારસાઇ નોંધ પાડી હતી. જેની સામે વાંધો આવતા તકરારી કેસ શરૂ થયો હતો. સુનાવણી બાદ મામલતદારે વારસાઇ નોંધ નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ હુકમ સામે આરટીએસ અપીલ કરાઇ હતી. તા.7-7-2015ના રોજ સિટી પ્રાંત અધિકારીએ અપીલ નામંજૂર કરી હતી. સિટી પ્રાંતના હુકમથી નારાજ નવાબના વારસદારોએ કલેકટર સમક્ષ અપીલ કરી હતી. જેની સુનાવણી બાદ કલેકટરે આરટીએસના હુકમને આંશિક ગ્રાહ્ય રાખીને નવેસરથી નિર્ણય લેવા મજુરા મામલતદારને રિમાન્ડ કર્યો હતો. તા. 10-10-2017એ કેસની અંતિમ સુનાવણી હાથ ધરાતા તત્કાલીન મામલતદાર આર.એફ.ચૌધરીએ આભવાની આ જમીનમાં સરકારનું નામ કમી કરી નવાબના વારસદારોના નામ દાખલ કરવા માટે હુકમ સાથે સિવિલ કોર્ટમાં જે ચૂકાદો આવે તેને માન્ય ગણવાની શરત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો