તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GSTમાં પેનલ્ટીનો મારો યથાવત, વાર્ષિક રિટર્નનો દંડ 7 હજાર પર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જીએસટીમાં સર્વરના ધાંધિયા યથાવત છે. વેપારીઓ અને ટેક્સ કન્સલ્ટન્ટની ઉચ્ચસ્તરે રજૂઆત છતાં સમસ્યા ઉકેલાય નથી. ત્યારે વાર્ષિક રિટર્નની પળોજળમાં પડેલાં વેપારીઓ પર પેનલ્ટીનો ફિગર રૂપિયા 7 હજાર સુધી પહોંચી ગયો છે. રોજની રૂપિયા 200ની પેનલ્ટી લાગી રહી છે. આગામી સમયમાં બે મહત્વના રિટર્ન ફાઇલ કરવાના હોવા છતાં સર્વરનો ત્રાસ યથાવત રહેતા વેપારીઓની નજર શનિવારેની જીએસટી કાઉન્સિલની મિટિંગ પર છે. જેમાં સર્વરને લઇને કોઈ જાહેરાત થાય કે પેનલ્ટી માફી થાય એવી આશા વેપારીઓ લગાવી રહ્યા છે. જીએસટીમાં વારંવારના રિટર્ન ભરવામાં ટેક્સ કન્સલટન્ટને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે વાર્ષિક રિટર્નમાં જે વિગતો માંગવામાં આવી છે તે મેળવવામાં પણ અનેક તકલીફ થતી હોય સેંકડો રિટર્ન હજી ભરાયા નથી. વર્ષ 2017-18નું વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી હતી. જેને 39 દિવસ વીતવા છતાં હજી વેપારીઓ રિટર્ન માટે દોડાદોડી કરી રહ્યા છે.આજે પેનલ્ટીનો ફિગર સાત હજારની ઉપર પહોંચી ગયો છે. સૂત્રો કહે છે કે આગામી સમયમાં વર્ષ 2018-19નું વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ છે. જ્યારે 3-બી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 20મી માર્ચ 2020 છે.

વાર્ષિક મહત્તમ દસ હજાર રૂપિયાની પેનલ્ટી

ટેક્સ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહ કહે છે કે વાર્ષિક રિટર્નની મહત્તમ પેનલ્ટી દસ હજાર રૂપિયા છે. ત્યારબાદ પેનલ્ટીનું મીટર અટકી જશે પરંતુ ત્યારબાદ પણ જો વેપારી રિટર્ન નહીં ભરે તો આકારણી અધિકારી એસેસમેન્ટ કરતી વખતે વધારાની પેનલ્ટી વસુલ કરી શકે છે.

કાઉન્સિલની બેઠક પર બધો આધાર

વેપારીઓ માંગ કરી રહ્યા છે કે જે પેનલ્ટી લગાવવામાં આવી રહી છે તે માફ કરી દેવાઈ. આથી આગામી શનિવારના રોજ જે જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે તેમાં પેનલ્ટીથી રાહતની ઘોષણા કરવામાં આવે.

મહત્વના 2 રિટર્ન ફાઇલ કરવાના હોવા છતાં સર્વર સમસ્યા જેમની તેમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો