તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુથુટ હોમફીન લિ. સાથે ઠગ ટોળકી અને બિલ્ડરની રૂ. 62.64 લાખની છેતરપિંડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોનના હપતા નહીં ભરાતાં ભાંડો ફૂટ્યો, કંપનીના પૂર્વ કર્મીઓ પણ સામેલ
ક્રાઇમ રિપોર્ટર|સુરત

ઠગ ટોળકીએ ટાઇમ સ્ક્વેર ઇન્ફ્રા.ના બિલ્ડર સાથે મળીને મુથુટ હોમફીનમાં નોકરીના બોગસ પ્રમાણપત્ર રજુ કરીને 8 જણાના નામે કુલ 62.64 લાખ રૂપિયાની લોન લઈ લીધી હતી. તેઓએ હપ્તા નહીં ભરતા આ ઠગાઈ વિશે ખબર પડી હતી. તેમાં લોન આપનાર કંપનીના પૂર્વ કર્મચારીઓ પણ સંડોવાયા છે.

માન દરવાજા પાસે આવેલા મુથુટ હોમફીન ઇન્ડિયા લીમીટેડ નામની હાઉસિંગ ફાઈનાન્સ કંપનીના લીગલ મેનેજર દેવાંગ ભરતગીરી ગોસાઈએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, આરોપી બિલ્ડર સુનિલ મુલચંજ માલીની વરેલીમાં ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગ આવેલી છે. તેમાં ફ્લેટ લેનારા જ્વાલાસિંઘે 11.04 લાખની લોન લીધી હતી. મનોજકુમાર પ્રદિપકુમાર મિશ્રાએ 7.36 લાખ રૂપિયાની લોન લીધી હતી. રામરાજ શ્યામલાલ પટેલે 7.57 લાખની લોન લીધી હતી. ગાયત્રી પ્રસાદે લોન લીધી હતી. રંજનકુમાર તિવારીએ 7.48 લાખની લોન લીધી હતી. ખુશબુદેવી પ્રમોદ ચોરસીયાએ 7.29 લાખની લોન લીધી હતી. મનીષ લાલજી પાંડેએ 7.25 લાખ રૂપિયાની લોન લીધી હતી અને મનુ રમણ વાઘેલાએ 7.36 લાખ રૂપિયાની લોન લીધી હતી.તેમાંથી ઘણા લોન ધારકોએ લોનના હપ્તા ભર્યા ન હતા. તેથી કંપની તરફથી તપાસ કરાઈ ત્યારે આ તમામ લોન ધારકોએ લોન લેતી વખતે નોકરીનું પ્રમાણપત્ર રજુ કર્યું હતું. તેમાં તેમને કેટલો પગાર મળે છે તેનો પણ ઉલ્લેખ હતો. આ પ્રમાણપત્ર બાબતે જે-તે સંસ્થામાં તપાસ કરતા ખબર પડી કે આ લોકો કોઈ આવી સંસ્થામાં નોકરી કરતા નથી અને નોકરીના બોગસ પ્રમાણ પત્ર છે. આ રૂપિયા માંથી કેટલાક રૂપિયા બિલ્ડર સિનિલ માલીના ખાતામાં અને કેટલાક રૂપિયા અન્ય બાંધકામના કોન્ટ્રાક્ટરોના ખાતામાં ગયા હતા. આ ખાતેદારોની લોન મંજુર થઈ ત્યારે કંપનીમાં રીલેશન ઓફિસર ઘનશ્યામ ભુપત રામાણી, ક્રેડિટ મેનેજર તરીકે વિમદ મહાજન અને યોગેશ રમેશ વરિયા નોકરી કરતા હતા. તેઓની ફરજ હતી કે જ્યારે ગ્રાહક લોન માટે અરજી કરે ત્યારે ગ્રાહકની નોકરી, વેપાર કે ધંધાના સ્થળે જઈને ખાતરી કરે પરંતુ આ કર્મચારીઓએ ખોટો રિપોર્ટ તૈયાર કરીને લોન પાસ કરાવવામાં મદદ કરી હતી. દેવાંગ ગોસાઈની ફરિયાદ પર તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે છેતરપિંડી અને કાવતરૂ ઘડવાની ફરિયાદ દાખલ કરી આ ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...