તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેરાપંથના અણુવ્રત સપ્તાહમાં મુસ્લિમ અને શીખ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત । શહેરના સિટીલાઈટ તેરાપંથ ભવનમાં આયોજિત અણુવ્રત સપ્તાહમાં રવિવારે મુસ્લિમ ધર્મના રાજસાહેબ અને શીખ ધર્મના ગ્રંથિ નાનકરામજી ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે મુનિ કમલકુમારે તેમનું સ્વાગત કરતા કહ્યું કે વિશ્વના તમામ ધર્મો પ્રેમ, ભ્રાતૃત્વ અને ઇમાનદારીના પાઠ શીખવે છે. બાઈબલ, કુરઆન, ગીતા કે આગમ વાંચો તો જીવનમાં અધ્યાત્મનું જાગરણ થશે.આચરણની સાથે આહાર શુદ્ધિનું પણ ધ્યાન રાખો તો તમારી પ્રગતિ સારી રહેશે. રાજસાહેબે કહ્યું કે મોહમદ પયગંબર સાહેબે જીવન જીવવાની કળા શીખવી અને કરૂણા તથા ભાઈચારાનો સંદેશ આપ્યો છે. શીખ ધર્મના ગ્રંથિ નાનકરામજીએ કહ્યું કે જેમ કીચડમાં કમળ થાય છતાં તે કીચડથી નિર્લિપ્ત રહે છે. તેમ આપણે પણ વૈમનસ્યરૂપી કીચડથી દુર રહેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...