તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્તાક અલી ટી-20 : હિમાચલને હરાવી ગુજરાતે લગાવી જીતની હેટ્રિક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | સૈયદ મુસ્તાક ટી-20 ટ્રોફીના ત્રીજા દિવસે ત્રણ મેચો રમાઈ હતી. બે મચો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને એક મેચ સી.બી. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. આજની ત્રણેય મેચો એકતરફી હતી. સી.બી. પટેલ ખાતે રમાયેલી બિહાર અને તમિલનાડુની મેચમાં તમિલનાડુની ટીમે બિહારની ટીમને 6 વિકેટથી કારમી પરાજય આપી હતી. તેમજ લાલભાઈ ખાતે રમાયેલી સવારની મેચમાં હિમાચલ પ્રદેશ સામે ગુજરાતની ટીમે 70 રનથી શાનદાર વિજય મેળવી હતી. આ જિત સાથે ગુજરાતે સતત ત્રણ મેચમાં વિજય મેળવી આગલા રાઉન્ડ માટે પોતાની આશાઓને બળ આપ્યાં છે. ગુજરાતની ટીમે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 167 રન કર્યાં હતાં જેમાં ધ્રુવ રાવલનો 71 અને પ્રિયાંક પંચાલનો 40 રનનો યોગદાન સામેલ હતો. જવાબમાં હિમાચલની ટીમ ફક્ત 97 રનમાં ઓલઆઉટ થઈ હતી. હિમાચલ તરફથી પ્રશાંત ચોપરાએ 35 રનનો યોગદાન આપ્યો હતો. તેમજ બોલિંગમાં ગુજરાત તરફથી હેમાંગ પટેલે 14/3, હાર્દિક પટેલે 29/3 અને પિયુષ ચાવલાએ 15/2 વિકેટ ઝડપી હતી.

ગ્રાઉન્ડ

લાલભાઈ કોન્ટ્રાક્ટર

ગુજરાત

V/s

હિમાચલ

પરિણામ | ગુજરાત 70 રનથી વિજેતા

ગુજરાત | 167/5 (ધ્રુવ રાવલ 71, પ્રિયાંક પંચાલ 40, મયંક ડાગર 20/1)

મેઘાલય | 97/10 ( પ્રશાંત ચોપરા 35, હેમાંગ પટેલ 14/3, હાર્દિક પટેલ 29/3, પિયુષ 15/2)

આજની મેચો | વિદર્ભ V/s રાજસ્થાન, બિહાર V/s હિમાચલ પ્રદેશ અને ગુજરાત V/s તમિલનાડુ

ગ્રાઉન્ડ

સી.બી.

પટેલ

તામિલનાડુ

V/s

બિહાર

પરિણામ | તમિલનાડુ 6 વિકેટે વિજેતા

બિહાર| 131/9 (રહમતુલ્લાહ 32, એમ. મોહમ્મદ 21/3 આર.અશ્વિન 31/3)

તામિલનાડુ | 132/4 ( ઇન્દ્રજીત 46, સુંદર 38 રન, અમન 19/2)

મેઘાલયનું 65 રનમાં તંબુભેગું
બીજી મેચમાં મેઘાલયની ટીમે શાનદાર બોલિંગ કરી હતી અને રાજસ્થાનને 137 રન પર રોકી દીધું હતું. રાજસ્થાને ફક્ત 65 રન માંમેઘાલયની ઇનિંગ પૂરી કરી દીધી હતી. રાજસ્થાનની હાલત એક સમયે એટલી કફોડી હતી કે એમણે 25 રનની અંદર 8 વિકેટ ગુમાવી દીધી હતી. રાજસ્થાન તરફથી આઇપીએલના સૌથી મોંઘા ખેલીડીઓમાંનું એક નાથુ સિંહે 7 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

ગ્રાઉન્ડ

લાલભાઈ કોન્ટ્રાક્ટર

હિમાચલ

V/s

વિદર્ભ

પરિણામ | રાજસ્થાનનો 70 રને વિજય

રાજસ્થાન | 137/5 (લોમોર 47 રન, રોબિન બિસ્ટ 38 રન, અભય નેગી 19/2)

મેઘાલય | 67/10 ( ગુરિંદર 24 રન, નાથુ સિંહ 7/3, તનવીર 10/3, રાહુલ ચહર 13/3)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો