તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા કમિશનરનો દાવો, 2022 પછી એક પણ આઉટલેટ નહીં રહે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર, સુરત

કેન્દ્રએ રૂપિયા 971 કરોડના તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને મંજુરી આપી દીધી છે ત્યારે આ પ્રોજેક્ટ વર્ષ 2022 સુધીમાં પૂર્ણ થશે અને ત્યાર પછી એક પણ આઉટલેટ રહેશે નહી તેવો આશાવાદ પાલિકા કમિશનરે સેવ્યો છે . 85 કિ.મી.નો શુદ્ધિકરણ પ્રોજેક્ટ દેશમાં પ્રથમ હોવાનો દાવો પણ કમિશનરે કર્યો હતો.

દિલ્હી ખાતે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરી કેન્દ્રની ગ્રાંટ મેળવવામાં સફળ પાલિકા કમિશનર એમ.થેન્નારસને જણાવ્યું હતું કે, તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ રિવાઈઝ થયો તેમાં રૂપિયા 51 કરોડના પ્રોજેક્ટમાં નોન કોર આઈટમ તરીકે રાજ્ય સરકાર હસ્તકની છે તેમાં, રૂરલ એરિયામાં 4 બગીચા, 1 ડિવિડર મશીન, જીઆઈએસ મેપિંગ અને વનિકરણ કરાશે. કેન્દ્રએ મંજુર કરેલા પ્રોજેક્ટની ગ્રાંટ દર વર્ષે ચુકવાશે. સ્ટેટ નો 20 ટકા તો પાલિકા અને સુડા નો 20-20 ટકા ફાળો રહેશે, 161 કરોડના પંચાયત વિસ્તારના કામો માટે રાજ્ય લેવલથી નોડલ એજન્સી બનાવવામાં આવશે પાલિકા તેમાં સંકલનમાં રહેશે. જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટ માટે જગ્યા મેળવવા માટે કલેક્ટર સાથે મિટિંગ કરાશે. પાલિકાએ વાલક-વરાછા ખાડીનું 160 એમએલડી પાણીને ટ્રીટેડ કરવામાં આવી રહ્યું છે. તો 174 એમએલડી પાણી સુડામાં ચે એ પાણી ટ્રીટ કરાશે તેથી જળકુંભીની સમસ્યા પણ દૂર થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો