તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદિનાથ સંઘમાં મોટિવેશનલ સેમિનાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના આદિનાથ જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં આયોજિત મોટિવેશનલ સેમિનારમાં સોમવારે જૈનમ જયતી શાસનમનો નારો ગુંજ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, શાસન વંદના ગીત દરેકના હૃદયમાં જોશ પુરે છે. શ્રાવકની એક નિશ્ચિત દિનચર્યા હોય છે. પ્રભુદર્શનથી શરૂ થતો તેનો દિવસ પ્રભુદર્શન સાથે સમાપ્ત થાય છે. વાણી પ્રમાણે આચરણ કર્યું તે કૌશલ્યા છે. કહે કંઈ અને કરે કંઈ તેનું નામ કૈકૈયી છે. કામ ભંભેરણી કરે તે મંથરા છે. દ્રૌપદીની જીભ અને દુર્યોધનના કાને મહાભારત સર્જ્યું હતું. આથી દરેક ઇન્દ્રિયોને વશમાં રાખતા શીખો.

અન્ય સમાચારો પણ છે...